
દાહોદમાં આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા,28,260 ઉમેદવારો પરીક્ષા આપશે
તાલુકાના 81 કેન્દ્રો ખાતે જુનીયર ક્લાર્ક (વહીવટ/ હિસાબ)ની પરીક્ષા સવારે 11 થી 12 દરમિયાન યોજાશે.
ઉમેદવારોને પરીક્ષા શરૂ થયા પછી પરીક્ષા કેન્દ્રમાં ખાતે પ્રવેશ બંધ
દાહોદ તા.29
દાહોદ જિલ્લામાં આજે 7 તાલુકાના 81 કેન્દ્રો ખાતે જુનીયર ક્લાર્ક (વહીવટ/ હિસાબ)ની પરીક્ષા સવારે 11 થી 12 દરમિયાન યોજાશે. જેમાં કુલ 28260 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
પરીક્ષા સુચારુ રીતે સંપન્ન થાય એ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સંપન્ન કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓ સુવિધાઓ મળી રહે તેમજ સમગ્ર પરીક્ષા પારદર્શકતા સાથે યોજાય એ માટેનું આયોજન કરાયું છે. જિલ્લામા કુલ 81 કેન્દ્રો ખાતેના 942 બ્લોક ખાતે સીસીટીવી સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે.
પરીક્ષાના દિવસે ઉમેદવાર માત્ર પોતાનું પ્રવેશ પત્ર હોલ ટિકિટ- કોલલેટર, પેન અને ઓળખના પુરાવા માટેનું અસલ ફોટો ઓળખપત્ર – આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડાઈવિંગ લાયસન્સ વગેરે પૈકીનું કોઈ એક લઈને પરીક્ષા કેન્દ્ર ખાતે પ્રવેશ કરી શકશે. કોઈ પણ ઉમેદવાર મોબાઇલ, સ્માર્ટ વોચ, બ્લ્યુટૂથ કેમેરા, ઈયરફોન, કેમેરા, લેપટોપ વગેરે ગેઝેટ કે પુસ્તક કે સાહિત્ય સાથે પ્રવેશ કરી શકશે નહીં.
પરીક્ષા કેન્દ્ર ખાતે પોલીસ દ્વારા ફ્રિસ્કીગ કરવામાં આવશે તેથી આવી વસ્તુઓ સાથે ન લાવવા જ ઉમેદવારોને જણાવાયુ છે. પરીક્ષા કેન્દ્રના મુખ્ય પ્રવેશ દ્વાર ખાતે સવારે 9.30 કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. ફાળવેલ વર્ગખંડમાં 10.15 કલાકે હાજર થવાનું રહેશે. ઉમેદવારોને પરીક્ષા શરૂ થયા પછી પરીક્ષા કેન્દ્ર ખાતે પ્રવેશ અપાશે નહિ તેથી સમયસર પહોંચવાનું રહેશે.