Sunday, 06/07/2025
Dark Mode

દાહોદ તાલુકાના ખરજ ગામે તું દલાલી કરે છે,તેમ કહી એક ઈસમે એક વ્યક્તિને લાકડીના ફટકા મારી યમસદને પહોંચાડ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ

June 19, 2021
        904
દાહોદ તાલુકાના ખરજ ગામે તું દલાલી કરે છે,તેમ કહી એક ઈસમે એક વ્યક્તિને લાકડીના ફટકા મારી યમસદને પહોંચાડ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તાલુકાના ખરજ ગામે તું દલાલી કરે છે,તેમ કહી એક ઈસમે એક વ્યક્તિને લાકડીના ફટકા મારી યમસદને પહોંચાડ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ

 દાહોદ તાલુકા પોલીસે યુવકના હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી જેલભેગો કર્યો 

દાહોદ તા.૧૯

 દાહોદ તાલુકાના મોટીખરજ ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ઈસમે પોતાની સાથે લાકડી તથા તીરકામઠું લઈ આવી ગામમાં રહેતાં એક પરિવાર સાથે દલાલી કરવા બાબતે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઈ જઈ આવેશમાં આવી પોતાની સાથે લાવેલ લાકડી વડે એકને માથાના ભાગે માર મારી ઘટના સ્થળ પરજ મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે મૃતકના ભાઈને તીર મારી પગના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી નાસી જતાં પોલીસે આરોપીના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

દાહોદ તાલુકાના ખરજ ગામે તું દલાલી કરે છે,તેમ કહી એક ઈસમે એક વ્યક્તિને લાકડીના ફટકા મારી યમસદને પહોંચાડ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ મરણ જનાર વ્યક્તિનો ફોટો

 મોટીખરજ ગામે ભાભોર ફળિયામાં રહેતો દિનેશભાઈ મનીયાભાઈ ભાભોર ગત તા.૧૮મી જુનના રોજ સાંજના ચારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન પોતાનાજ ગામમાં રહેતાં ધોળકીબેન હિંમતભાઈ ભાભોરના ઘરે આવ્યો હતો અને ધોળકીબેન તેમના પતિ હિંમતભાઈ ભાવજીભાઈ ભાભોર અને તેમના દીયર ગંગુભાઈ ભાવજીભાઈ ભાભોર સાથે ઝઘડો તકરાર કરી હિંમતભાઈને કહેવા

દાહોદ તાલુકાના ખરજ ગામે તું દલાલી કરે છે,તેમ કહી એક ઈસમે એક વ્યક્તિને લાકડીના ફટકા મારી યમસદને પહોંચાડ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ

#paid pramotion

Contact us :- sunrise public school 

લાગેલ કે, તું દલાલી કરે છે, તેમ કહી બેફામ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ દિનેશભાઈએ પોતાની સાથે લાવેલ લાકડી વડે હિંમતભાઈના માથામાં ફટકા મારતાં હિંમતભાઈને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓ સ્થળ પરજ ઢળી પડ્યાં હતાં ત્યાર બાદ ગંગુભાઈને તીર મારી પગના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. પરિવારજનો દ્વારા હિંમતભાઈને તાત્કાલિક દાહોદના સરકારી દવાખાને લાવતાં જ્યાં તબીબોએ હિંમતભાઈને મૃત જાહેર કરતાં પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો.

 આ સંબંધે મૃતક હિંમતભાઈની પત્નિ ધોળકીબેન હિંમતભાઈ ભાભોરે દિનેશભાઈ મનીયાભાઈ ભાભોર વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે દિનેશભાઈના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

———————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!