Thursday, 18/04/2024
Dark Mode

ધાનપુર રેફરલ હોસ્પિટલમાંથી ૧ માસના બાળકનું અપહરણ પ્રકરણમાં પોલીસના મેગા સર્ચ ઓપરેશન વચ્ચે બે દિવસ વિતી ગયાં છતાંય બાળકની કોઈ સગડ ન મળતાં પોલીસે ઈનામ જાહેર કર્યુ

January 23, 2023
        1563
ધાનપુર રેફરલ હોસ્પિટલમાંથી ૧ માસના બાળકનું અપહરણ પ્રકરણમાં પોલીસના મેગા સર્ચ ઓપરેશન વચ્ચે બે દિવસ વિતી ગયાં છતાંય બાળકની કોઈ સગડ ન મળતાં પોલીસે ઈનામ જાહેર કર્યુ

ધાનપુર રેફરલ હોસ્પિટલમાંથી ૧ માસના બાળકનું અપહરણ પ્રકરણ..

પોલીસના મેગા સર્ચ ઓપરેશન વચ્ચે બે દિવસ વિતી ગયાં છતાંય બાળકની કોઈ સગડ ન મળતાં પોલીસે ઈનામ જાહેર કર્યુ

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ રેફરલ હોસ્પિટલમાંથી એક માસના બાળકને કોઈ અજાણી સ્ત્રી દ્વારા અપહરણ કરી લઈ ગયાંની ઘટનાને બીજી દિવસ જેટલો સમય વિતી ગયાં બાદ પણ હાલ સુધી આ બાળકનો કોઈ પત્તો ન મળતાં પોલીસની કામગીરી પણ અનેક સવાલો ઉઠવા પામી છે ત્યારે પોલીસે બાળક સહિત ઉઠાવી લઈ જનાર મહિલા વિશે કોઈ જાણકારી આપશે તે સંદર્ભે ઈનામ પણ જાહેર કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. બે દિવસ પહેલા ધાનનપુર તાલુકામાં આવેલ રેફરલ હોસ્પિટલમાં ધાનપુર તાલુકાની સુરપુર ગામે નિશાળ ફળિયામાં રહેતાં ૩૨ વર્ષીય રેખાબેન શૈલેષકુમાર તાહેડ ધાનપુરના રેફરલ હોસ્પિટલ ખાતે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલ હતાં અને પોતાના એક નવજાત એક માસના બાળકને હોસ્પિટલની પાછળના ભાગે પોતાના બાળક માટે ખોયુ બાંધી સુવડાવી રાખી કુટુંબ નિયોજનના આપરેશન માટે ગયાં હતાં ત્યારે આ એક માસના બાળકને કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ખોયામાં સુઈ રહેલ એક માસના બાળકનું અપહરણ કરી લઈ નાસી જતાં સમગ્ર દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામી હતો. આ સંબંધે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યા હતો પરંતુ આ ઘટનાને બે દિવસ જેટલો સમય વિતી ગયાં બાદ પણ બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી ત્યારે પોલીસે આ બાળકને અને તેને ઉઠાવી લઈ જનાર અજાણી વ્યક્તિ વિશે કોઈ જાણકારી આપશે તો તેને ઈનામ આપવાની જાહેર કરી છે સાથે બાળકની જાણકારી આપવા માટે ટેલીફોનીક નંબર સહિત મોબાઈલ નંબર પણ જાહેર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!