Sunday, 05/02/2023
Dark Mode

દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે રેવન્યુ સર્વે નંબર 178 માં શાલીગ્રામ સોસાયટી નિર્માણ પામે તે પહેલા જ વિવાદમાં ઘેરાઈ : મામલો કોર્ટમાં જતા કોર્ટ કમિશન દ્વારા સ્થળ તપાસણી કરાઈ..

January 22, 2023
        1658
દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે રેવન્યુ સર્વે નંબર 178 માં શાલીગ્રામ સોસાયટી નિર્માણ પામે તે પહેલા જ વિવાદમાં ઘેરાઈ : મામલો કોર્ટમાં જતા કોર્ટ કમિશન દ્વારા સ્થળ તપાસણી કરાઈ..

દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે રેવન્યુ સર્વે નંબર 178 માં શાલીગ્રામ સોસાયટી નિર્માણ પામે તે પહેલા જ વિવાદમાં ઘેરાઈ : મામલો કોર્ટમાં જતા કોર્ટ કમિશન દ્વારા સ્થળ તપાસણી કરાઈ..

દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે રેવન્યુ સર્વે નંબર 178 માં શરત ભંગ થયેલા આક્ષેપો સાથે મામલો કોર્ટમાં જતા કોર્ટ કમિશન દ્વારા તપાસ હાથ ધરાઈ…

દાહોદ તા.22

 દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે રેવન્યુ સર્વે નંબર 178 માં ખેતીની જમીનમાં વગર પરવાનગી વેચાણ કરતાં શરત ભંગ થઈ હોવાના આક્ષેપો સાથે જમીનના મૂળ માલિકને કબજો સોપવાના બદલે ગેરકાયદેસર રીતે જાબિરભાઈ હસનભાઈ નગદીનાઓને સોંપી દેવાઈ હોવાના આક્ષેપો સાથે માનસિંગભાઈ માનીયા ભાઈ સંગાડાએ કોર્ટમાં દાવો દાખલ કરી મનાઈ અરજી કરી કોર્ટ કમિશનની માંગણી કરતા કોર્ટ કમિશન દ્વારા બંને પક્ષકારોને સાથે રાખી પંચો સમક્ષ કોર્ટ કમિશનની કાર્યવાહી હાથ ધરી હતી..

 દાહોદ તાલુકાના ઉસરવાણ ગામના માનસિંગભાઈ માનિયા ભાઈ સંગાડાના જણાવ્યા અનુસાર રે.સર્વે. ને ૧૭૮ હેકટર આરે ૨.૬૩.૦૦ આકાર ૪.૮૫ વાળી ખેતીની જમીન સીકંદર સોલોમન ક્રિશ્ચનનાઓની આવેલ હતી સદર જમીન માનીયા પુંજા સંગાડા તથા સુરતાન પુંજા રાવતનાઓને ગણોતીયા તરીકે મળેલ હતી. પંરતુ ગણોતીયા તરીકે સુરતાન પુંજા રાવતનું એકલાનું નામ દાખલ થયેલુ હતું. તેઓ ગુજરી જતા બાઈ માનકી સુરતાન પુંજાની વિધવા તથા બાઈ સબુરી સુરતાન પુંજાની પુત્રી નાઓનુ નાંમ દાખલ થયેલ સદર ખેતીની જમીન વગર પરવાનગીએ જાબીર ભાઈ હસન ભાઇ નગદી ને વેચાણ કરવાથી શરત ભંગ થતો હોય જમીનના મુળ માલીકોને કબજાે સોપવાને બદલે ગેરકાયદેસર રીતે જાબીરભાઈ હસનભાઈ નગદીનાઓને કબજાે શોપેલ છે. આ તમામ પક્રીયા માત્ર રેકર્ડ ઉપર બતાવેલ છે. અને એકબીજાની મેળાપી પણામાં ગેરકાયદેસર રીતે કબજાે આપેલ છે તે સામે આગળ કાર્યવાહી ચાલુ છે તે સમય દરમ્યાન મોહમદ્દ ભાઈ જાબીર અલી નગદી વગરેનાઓએ જેન્તીલાલ કુબેરભાઈ ત્રીવેદી સુરેશચદ્ર હીરાભાઈ પટેલ પટેલ કનુભાઈ કુબેર ભાઈ વીગેરેનાઓને વેચાણ કરી દીધેલ છે જેના ઉપર શાલીગ્રામ સોસાયટી બનાવી બાધકામ કરી રહેલ હોય તે સામે માનસીગ ભાઈ માનીયા ભાઈ સંગાડાનાઓએ ના.સીવીલ કોર્ટમાં રેમુ. નં.૫૬/૨૦૨૨ થી દાવો તથા મનાઈ અરજી દાખલ કરેલ જેમાં વાદીના એડવોકેટ આર.એન.પારગીનાઓએ કોર્ટ કમિશનની માંગણી કરેલ તે અરજી મંજુર થતા આજરોજ સ્થળ ઉપર બંન્ને પક્ષકારો અને પંચો રૂબરૂ કોર્ટ કમિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!