Friday, 19/04/2024
Dark Mode

ધાનપુર સરકારી દવાખાનામાંથી ચોરાયેલા બાળકના બનાવમાં જુદી જુદી સાત ટીમોમાં વહેંચાયેલી પોલીસનું મેગા સર્ચ ઓપરેશન..

January 22, 2023
        761
ધાનપુર સરકારી દવાખાનામાંથી ચોરાયેલા બાળકના બનાવમાં જુદી જુદી સાત ટીમોમાં વહેંચાયેલી પોલીસનું મેગા સર્ચ ઓપરેશન..

ધાનપુર સરકારી દવાખાનામાંથી ચોરાયેલા બાળકના બનાવમાં જુદી જુદી સાત ટીમોમાં વહેંચાયેલી પોલીસનું મેગા સર્ચ ઓપરેશન: 24 કલાક વિત્યા છતાં એ પોલીસના હાથ ખાલી.. 

 સરકારી રેફરલ હોસ્પિટલમાં છેલ્લા બે માસ દરમિયાન  બાળકને જન્મ આપનારી માતાઓ તેમજ 34 જેટલી આશાવર્કરોની તપાસ હાથ ધરાઈ..

હોસ્પિટલની બહાર અવરજવર કરતા વાહનોનું ચેકિંગ : ગઈકાલે અમાવસ્યા હોવાથી બડવા દ્વારા તાંત્રિક વિધિના આશંકાના પગલે પોલીસે નદી કોતર તેમજ સ્મશાનો ખૂંદયા..

 ઘટના સ્થળથી 30 km ની ત્રિજ્યામાં પોલીસે સીસીટીવી ફૂટેજોની ચેકિંગ હાથ ધરી.. 

દાહોદ તા.22

 

 

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધાનપુરમાં આવેલા સરકારી દવાખાનામાં શનિવારના રોજ કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવેલી મહિલાનું એક માસનું બાળક ગુમ થતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે બાળક ગુમ થયાને 24 કલાક ઉપરાંતનો સમય વિતવા છતાં આ મામલે હાલ કોઈ પતો લાગ્યો નથી. જોકે આ સમગ્ર પ્રકરણ પોલીસે ગંભીરતાથી લઈ વિવિધ ટીમોની ગઠન બાદ  મેગા સર્ચ ચોપરેશન હાથ ધરી ધાનપુર સરકારી દવાખાનામાં જેટલી પણ મહિલાઓ કુટુંબ નિયોજનના ઓપરેશન માટે આવી હતી. સાથે સાથે દવાખાના સાથે સંકળાયેલી 34 જેટલી આશા વર્કરોના દ્વારા જન્મ આપનારી માતાઓના ઘરે  મોડી રાત સુધી તપાસ હાથ ધરી હતી.

     ધાનપુર તાલુકાના સુરપુર ગામની રેખાબેન તાહેડ પોતાના પિયર સજોઈ મુકામેથી ટેલીફોનિક સંપર્કથી આશાવર્કર સાથે મળી દુધામલી ગામેથી ધાનપુરના સરકારી દવાખાને પોતાના મોટા પૂત્ર દીલીપ, ચોથા નંબરના પૂત્ર રોહીત અને એક માસના પૂત્ર સાથે કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા માટે શનિવારે ધાનપુરના સરકારી દવાખાને આવી હતી. રેખાબેન પોતાના એક માસના દિકરાને ઝુલામાં નાખીને બંને પૂત્રોને સોંપ્યા બાદ ઓપરેશન માટે ગઇ હતી. તે વખતે મોઢે બુકાની બાંધીને આવેલી મહિલાએ શિશુને સાચવતા ભાઇઓને બિસ્કીટ લેવા મોકલવા સાથે તેને સ્તનપાન કરવા માતા પાસે લઇ જવાનું કહીને લ ઇગયા બાદ પલાયન થઇ ગઇ હતી. આ ઘટનામાં અતી ગંભીર બનેલી પોલીસ તપાસના ધમધમાટ વચ્ચે ૭ જેટલી જુદી જુદી ટીમોનુ ગઠન કરી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે જેમા પોલીસની દરેક ટીમમાં એક પી.એસ.આઈ. તેમજ ૧૦ પોલીસ કર્મીઓ સાથે  રચના કરવામાં આવી છે. આ ટીમો પૈકી એક ટીમને ધાનપુર રેફરલ હોસ્પીટલ સાથે સંલગ્ન તમામ આશા વર્કરોને રાઉન્ડઅપ કરી પુછપરછ કરવામાં આવી છે પોલીસે હોસ્પીટલ સાથે સંલગ્ન ૩૫ જેટલી આશાવર્કર બહેનો જાેડે પુછપરછનો દોર લંબાવ્યો છે પોલીસની બીજી ટીમે ધાનપુર રેફરલ હોસ્પીટલ માંથી નશબંધી કરાયેલ મહીલાઓની માહીતી મેળવી તેમના ઘર સુંધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસની ત્રીજી ટીમ હોસ્પીટલની બહાર ઉભા રહેતા છકડા, રીક્ષા તેમજ જીપ વાળાઓને જાેડે પણ તપાસનો દોર લંબાવ્યો છે. પોલીસની ચોથી ટીમ દ્વારા બાળક ચોરનારા મહીલા કોઈ વાહનમાં પોતાના સાગીરત જાેડે આવી હોવાના શંકાને આધારે આજુબાજુના ત્રીસ કી.મી. ના ત્રીજયામાં લાગેલા સી.સી.ટી.વી.કેમેરાની ફુટેજાે પણ ખંગાળવામાં આવી રહી છે. આ તમામ બાબતોની સાથે બાળક ચોરનાર મહીલા કિન્નર જેવી દેખાતી હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસે આસપાસના તમામ કિન્નરો જાેડે પુછપરછનો દોર લંબાવ્યો છે. પોલીસની એક ટીમ ગઈ કાલ અમાવસ્યા હોવાથી કોઈ ત્રાંત્રીક વિધી માટે બાળકની બલી ચઢાવવાનો પ્રપંચ તો નથી ? તે આશંકાઓને ધ્યાને લઈ આશપાશના ભુવા બડવા તેમજ આસપાસના નદી કોત્તર તેમજ સ્મશાનોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. તો પોલીસની સાતમી ટીમે જેમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર ધાનપુર પી.એસ.આઈ. સી.પી.બંરડા તેમજ તેમના સ્ટાફ સાથે હ્યુમન તેમજ ટેકનીકલ શોર્શની મદદથી આ કેશનો ભેદ ઉકેલવામાં આકાશ પાતાળ એક કરી રહી છે. તદ્‌ઉપરાંત દાહોદ એલ.સી.બી. એસ.ઓ.જી. પેરોલ ફરલોની ટીમો પણ આ કેશનો ભેદ ઉકેલવામાં જાેતરાઈ ગઈ છે ત્યારે આ ઘટનામાં ચોવીસ કલાક વીતવા છતાંય હાલ તો પોલીસના હાથ ખાલી છે. પોલીસની આટલી મોટી મેગા ટીમના સર્ચ ઓપરેશન બાદ પણ બાળક ચોરનાર આ અજાણી મહીલા પોલીસને હાથતાળી આપવામાં સફળ રહી છે ત્યારે દાહોદ પોલીસ આ કેશનો ભેદ કેટલા સમયમાં ઉકેલે છે તે જાેવુ રહ્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!