રિપોર્ટર:-બાબુ સોલંકી,શબ્બીર સુનેલવાલ,ઇલ્યાસ શેખ
સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવને લઈને સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા ઝાલોદ, દાહોદ, લીમખેડા, સંતરામપુર, પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ
સુખસર,તા.18
દાહોદ જિલ્લામાં લોકસભા અંતર્ગત આવતી તમામ વિધાનસભા સીટોમાં તારીખ 21, 22, અને 23 જાન્યુઆરી ના રોજ સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે.ત્યારે વિધાનસભા દીઠ યોજાનાર રમત ગમતોના કાર્યક્રમોને લઈને સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા આજે વહેલી સવારથી જ સંતરામપુર વિધાનસભા સીટમાં સંતરામપુર પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી, મામલતદાર સહિત રમત-ગમત અધિકારીઓ,પાર્ટીના જિલ્લા પંચાયત સદસ્યો,તાલુકા પંચાયત સદસ્યો તેમજ યુવા કાર્યકરો અને સરપંચો સાથે બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં 21 થી લઈને તારીખ 23 સુધી વિધાનસભા દીઠ યોજનાર રમત ગમતના કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી.સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવમાં વિદ્યાર્થીઓની રમત-ગમત ક્ષેત્રે સ્પર્ધામાં ભાગ લઈ આગળ આવે, પોતાની સુશુપપ્ત શક્તિ બહાર લાવી જીલ્લા થી લઇ રાજ્ય સુધી ઝળકે તે હેતુસર સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવમાં વિધાનસભા દીઠ કેટલા હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે?વિદ્યાર્થીઓ માટે શું સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે?તેમજ કઈ-કઈ રમતોમાં વિદ્યાર્થીઓ ભાગ લેશે તેની વિસ્તૃત ચર્ચા અધિકારીઓ સાથે કરવામાં આવી હતી.સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવને લઈને સંતરામપુર,ઝાલોદ દાહોદ અને લીમખેડા પ્રાંત કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક યોજાવામાં આવી હતી.બેઠકમાં દાહોદ તેમજ મહીસાગર જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ પાર્ટી પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવને લઈને વિધાનસભા દીઠ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.તારીખ 24 અને 25 જાન્યુઆરીના રોજ સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધાનું જિલ્લા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું છે.