વસાવે રાજેશ દાહોદ
રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી કરાશે*
૦૦૦
સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્પેઈન તા. ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી સઘન રીતે યોજાશે. જે અંતર્ગત આજ રોજ કલેકટર ડૉ. હર્ષિત ગોસાવી અને જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત એન્ટી લેપ્રસી ડે અને લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ૩૦ જાન્યુઆરી એન્ટી લેપ્રસિ ડે ઉજવાતો હોય તે અંતર્ગત ૩૦ જાન્યુઆરીના રોજ સમગ્ર ગામો માં ગ્રામ સભાનું આયોજન કરવાનું નક્કી કરાયું છે. તેમજ તમામ લોકોને રક્તપિત રોગ વિશે જાણકારી મળે તેમજ રક્તપિત ના દર્દીઓને લોકોનો પણ સાથ સહકાર મળે જેથી કરીને રક્તપિત્તનાં દર્દીને શારીરિક માનસિક સામાજિક અને આર્થિક રીતે પણ સહાયક રુપ થાય વધુમાં 30/01/2023થી 13/02/2023 દિન -15 દરમ્યાન સ્પર્શ લેપ્રસી અવરનેસ કેમ્પેઈનની કામગીરીનો શુભારંભ કરવાનો થશે. જેમાં આ મુજબની કામગીરી કરવામાં આવશે.
૩૦ જાન્યુઆરીએ ગ્રામ સભાનું આયોજન કરવાનું, 1/02/2023થી 13/02/2023 દરમ્યાન જાહેર સ્થળો એ ભવાઈ, ગામે ગામ સ્કૂલ ના બાળકો દ્વારા રેલીનું આયોજન, ગ્રામ્ય આરોગ્ય સમિતિ સાથે મીટિંગ, વિલેજ હેલ્થ એન્ડ સેનીટેશન કમિટી સાથે મીટિંગ, સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસાર, રેડીયોના માધ્યમ થી પ્રચાર પ્રસાર, લેપ્રસીના દર્દીઓ માટે સ્પેસિયલ આધાર કાર્ડ ઝુંબેશ કરવામાં આવશે. આ વખતે ૨૦૨૩ ની એન્ટી લેપ્રસી ડે ની થીમ “લેટ્સ ફાઇટ લેપ્રસી એન્ડ મેક લેપ્રસી એ હિસ્ટ્રી”. સમાજમાંથી રક્તપિત નાબુદ કરવાના અભિયાનમાં હકારાત્મક અભિગમ સાથે કુટુંબ અને દેશને રક્તપિત્ત મુકત કરવાની દિશામાં અગ્રેસર કરવા સઘન ઝુંબેશ યોજાશે. બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
૦૦૦