
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદનામાં લંપટ યુવાનોની શર્મનાક હરકતો..
દાહોદના રાબડાલમાં ચાર લંપટ યુવાનોએ સ્કૂટી ચાલક યુવતીની કરી છેડછાડ કરી વચ્ચે આવેલા યુવતીના મામાને ઠપકો આપી મારી નાખવાની ધાકધમકી આપતાં ચકચાર…
દાહોદ તા.૧૯
દાહોદ તાલુકાના રાબડાળ ગામે યુવતીની છેડતીની ઘટના સામે આવી છે જેમાં ચાર જેટલા લંફગાબાજ યુવકોએ ટુ વ્હીલર સ્કુટી લઈ પસાર થઈ રહેલ એક યુવતીને ગાડી સાથે ઉભી રાખી તેણની છેડછાડ કરતાં આ દરમ્યાન યુવતીના મામા ત્યાં આવી જતાં અને યુવકોને છપકો આપતાં યુવકોએ તેના મામાને મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે ત્રણેય યુવકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાં પામી છે.
#paid pramotion
Contact us :- sunrise public school
દાહોદ તાલુકામાં રહેતી એક યુવતી ગત તા.૧૪મી જુનના રોજ રાબડાળ ગામેથી બપોરના ૦૧ વાગ્યાના આસપાસ પોતાની ટુ વ્હીલર સ્કુટી લઈ પસાર થઈ રહી હતી. આ દરમ્યાન અતુલ વાલાભાઈ પસાયા, દિનેશભાઈ રાળીયાભાઈ પસાયા, જયદિપભાઈ રાળીયાભાઈ પસાયા તથા તેમની સાથે અન્ય એક યુવક મળી ચાર યુવકોએ યુવતીને સ્કુટી સાથે ઉભી રખાવી તેની સાથે જબરદસ્તી છેડછાડ કરતાં હતાં. આ દરમ્યાન યુવતીના મામા ત્યાં આવી પહોંચ્યાં હતાં અને ઉપરોક્ત ચારેય યુવકોને કહેલ કે, તમો આની છેડતી કેમ કરો છો, તેમ કહેતાં ઉપરોક્ત ચારેય યુવકો એકદમ ઉશ્કેરાઈ જઈ, આ વિસ્તાર અમારો છે, તું અમારી વચ્ચે કેમ પડે છે, તેમ કહી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે ઉપરોક્ત ચારેય યુવકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી ચારેય યુવકોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.
—————————