
રાજેશ વસાવે, દાહોદ
દાહોદમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કન્ઝ્યુમર કલબ ની મીટીંગ યોજાઇ..
ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ ધ્વારા કન્ઝ્યુમર ક્લબની મિટીંગ યોજવામાં આવી હતી.
દાહોદ ખાતે જી.પી.ધાનકા માધ્યમિક શાળા માં માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ કન્ઝ્યુમર ક્લબની મિટીંગમાં હાજર રહ્યા હતા. ગ્રાહક સુરક્ષા મંડળ તરફથી મંત્રી શાબિરભાઈ શેખ, કમલેશભાઈ સુથાર, જીતેન્દ્રભાઈ પંચાલ તથા કાર્યાલય ઇન્ચાર્જ લક્ષ્મણભાઈ ભાટિયાએ હાજર રહ્યા હતા. આચાર્યશ્રીઓને શાળાનું કન્ઝ્યુમર ક્લબ ચાલે છે તેમાં જાગૃતતા , પ્રચાર તથા પ્રસાર અંગે પ્રવૃત્તિઓ કરવા માટે ફંડના ચેક આપવામાં આવેલ હતા. મોટી સંખ્યામાં આચાર્યશ્રીઓએ હાજરી આપી હતી.