Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ રેલ્વે પોલીસે જયપુર બાંદ્રા ટ્રેનમાંથી 4,800 રૂપિયાના વિદેશી દારૂ સાથે મહિલાની અટકાયત કરી…

January 5, 2023
        572
દાહોદ રેલ્વે પોલીસે જયપુર બાંદ્રા ટ્રેનમાંથી 4,800 રૂપિયાના વિદેશી દારૂ સાથે મહિલાની અટકાયત કરી…

રાજેશ વસાવે, દાહોદ 

 

દાહોદ રેલ્વે પોલીસે જયપુર બાંદ્રા ટ્રેનમાંથી 4,800 રૂપિયાના વિદેશી દારૂ સાથે મહિલાની અટકાયત કરી…

 

તારીખ 03-01-2023 રાત્રીના 10 વાગ્યાના સમય ગાળા દરમિયાન દાહોદ રેલ્વે પોલીસને બાતમી મળી હતીકે મધ્યપ્રદેશના મેઘનગર રેલ્વે સ્ટેશન પરથી એક મહિલા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈને ટ્રેન નંબર 12956 જયપુર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં પાછળના જનરલ ડબ્બામાં બેસી દાહોદ તરફ આવી રહી છે તેવી બાતમીના આધારે દાહોદ રેલ્વે પોલીસે દાહોદના રેલ્વે સ્ટેશન પ્લેટફાર્મ ઉપર ટ્રેન આવતા પાછળના જનરલ ડબ્બામાં તલાશી હાથ ધરતા બાતમીમાં દર્શાવેલી એક મહિલા વજનદાર બ્લ્યુ ક્લરનું બેગ લઈને બેઠેલી જોવા મળતા રેલ્વે પોલીસે તેની અટકાયત કરી તેની પાસેના બેગની તલાશી હાથ ધરતા પોલીસને ભારતીય બનાવટનો ઈંગ્લીસ દારૂની 48 નંગ દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત 4,800 રૂપિયાનો દારૂ કબ્જે કરી તે મહિલાની પુછપરછ હાથ ધરતા તેને તેનું નામ કાળીબેન રમેશભાઈ ડામોર રહેવાસી પંડ્યા હોટલની અલ્કામટનની પાસે વડોદરાની હોવાનું જણાવ્યું હતું અને રેલ્વે પોલીસે તે મહિલા સામે પ્રોહી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!