
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ રેલ્વે પોલીસે રેલ્વે સ્ટેશન ખાતેથી બાળ કિશોરને નંગ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપ્યો.
તારીખ 04-01-2023 ના રોજ રાત્રિના 12:30 વાગ્યાના સમયગાળા દરમિયાન દાહોદના રેલવે પોલીસ મથક ખાતે જાણકારી મળી હતી કે એક બાળ કિશોર પ્લાસ્ટિકની થેલીમાં વિદેશી દારૂની બોટલો લઈને ક્યાંક જઈ રહ્યો છે. તેવી બાતમીના આધારે રેલવે પોલીસે દાહોદના રેલવે સ્ટેશન ખાતે તપાસ હાથ ધરતા બાતમીમાં દર્શાવેલો એક બાળ કિશોર પોલીસના હાથે ઝડપાયો હતો.જેની પાસેથી રેલવે પોલીસને પ્લાસ્ટિકની થેલીમાં ભરેલી 48 નંગ પ્લાસ્ટિકના ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાટરીયા મળી આવ્યા હતા જેની કિંમત 4,800 રૂપીયાના વિદેશી દારૂના જથ્થા સાથે તે બાળ કિશોરની રેલ્વે પોલીસે અટકાયત કરી હતી અને 15 વર્ષીય બાળક કિશોરની સામે પ્રોહી એકટ મુજબનો ગુનો રેલવે પોલીસ દ્વારા દાખલ કરી આગળની વધુ તપાસ રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.