Thursday, 25/07/2024
Dark Mode

ચુકાદાની હેટ્રિક…દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હાંડી ગામના બળાત્કારના આરોપીને 10 વર્ષની સજા અને 25,000 રૂપિયા દંડ ફટકારાયો.

December 29, 2022
        4806
ચુકાદાની હેટ્રિક…દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હાંડી ગામના બળાત્કારના આરોપીને 10 વર્ષની સજા અને 25,000 રૂપિયા દંડ ફટકારાયો.

રિપોર્ટર :- ગૌરવ પટેલ, બાબુ સોલંકી

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હાંડી ગામના બળાત્કારના આરોપીને 10 વર્ષની સજા અને 25,000 રૂપિયા દંડ ફટકારાયો.

હેન્ડ પંપ ઉપર કપડાં ધોતી યુવતીને સુના મકાનમાં ખેંચી જઈ બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

લીમખેડા કોર્ટે ત્રણ જુદાજુદા કેસોમાં દુષ્કર્મ,પોસ્કોના આરોપીઓને ઐતિહાસિક ચુકાદો આપી હેટ્રિક નોંધાવી ઉત્તમ દાખલો બેસાડ્યો 

લીમખેડા/સુખસર,તા.29

ચુકાદાની હેટ્રિક...દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હાંડી ગામના બળાત્કારના આરોપીને 10 વર્ષની સજા અને 25,000 રૂપિયા દંડ ફટકારાયો.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના એક ગામમાં વર્ષ 2019 માં હેન્ડ પંપ ઉપર કપડા ધોઈ રહેલ એક યુવતીને બળાત્કાર ગુજારવા સંબંધી સિંગવડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જે કેશ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લીમખેડામાં ચાલી જતા મદદનીશ જિલ્લા સરકારી ડિસ્ટ્રિક્ટ કોર્ટના સરકારી વકીલ એસ.બી.ચૌહાણની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પી.એસ.પરમાર દ્વારા બળાત્કારના આરોપીને દસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 25,000 હજારનો દંડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એડિશનલ સેશન્સ કોર્ટ લીમખેડા દ્વારા છેલ્લા એક માસમાં ત્રણ જેટલા બળાત્કારના ગુન્હામાં સંડોવાયેલા આરોપીઓને સજા ફટકારવામાં આવતા ગુનેગારોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્તિ વિગતો મુજબ સિંગવડ તાલુકાના હાંડી ગામના બારીયા ફળિયામાં રહેતા સંજયભાઈ જ્યોતિભાઈ બારીયાના ઓએ ગત તારીખ 14/3/2019 ના રોજ એક હેન્ડ પંપ ઉપર કપડાં ધોઈ રહેલ એક યુવતીને બૂમ મારી અહીંયા આવ તેમ જણાવતા યુવતી સંબંધી હોય તેને કામ હશે તેમ માની યુવતી તેના ઘરના નજીક ગઈ હતી.તેવા વખતે સંજય બારીયાએ યુવતીનો હાથ પકડી દિનેશભાઈ લખાભાઇ બારીયાના ઘરમાં ખેંચી ગયેલ.તે વખતે દિનેશભાઈના ઘરે કોઈ હાજર ન હતું.તેવામાં સંજય બારીયાએ યુવતીનો હાથ પકડી દરવાજો બંધ કરી દીધેલ.અને મોઢું દબાવી રાખી જમીન ઉપર પાડી દીધેલ. અને ધમકી આપતા જણાવેલ કે,આ વાત કોઈને પણ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેમ જણાવી યુવતીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારેલ.જે બાબતે યુવતીએ તેના ઘરના સભ્યોને વાત કરતા તેની સિંગવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી.જેનો એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લીમખેડામાં કેસ ચાલી જતા આરોપીને સજા સહિદ દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લીમખેડા ના જજ બી.એસ.પરમારનાઓએ આખરી હુકમ આપતા જણાવ્યું હતું કે, ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ 235 (2 )અન્વયે આ કામના આરોપી સંજયભાઈ જ્યોતિભાઈ બારીયા રહેવાસી.હાંડી,બારીયા ફળિયુ તાલુકો. સિંગવડ,જીલ્લો.દાહોદના ઓને ભારતીય દંડ સંહિતા ની કલમ 376 મુજબના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 25,000 નો દંડ ફટકારવામાં આવે છે.અને આરોપી જો દંડના ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવી તેવો હુકમ કરવામાં આવેલ છે.આરોપીએ ભરેલ દંડની રકમ અપીલ સમય વિત્યાં બાદ વળતર પેટે આ કામના ભોગ બનનારને ચૂકવી આપવા પણ જણાવ્યું છે. તેમજ ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ-2012 ની કલમ (4) મુજબના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 25000 નો દંડ કરવામાં આવેલ છે. અને આરોપી જો દંડ ના ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવી તેવો હુકમ કરવામાં આવેલ છે.અને આરોપીએ ભરેલ દંડની રકમ અપીલ સમય વીતી આ બાદ વળતર પેટે આ કામના ભોગ બનનારને ચૂકવી આપવા પણ જણાવ્યું હોવાનું જાણવા મળે છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ-427 મુજબ આરોપીએ ઉપરોક્ત તમામ કેદની સજા એકી સાથે ભોગવવા પણ જણાવ્યું છે.તેમજ આરોપીને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ-428 મુજબ કાચા કામના કેદી તરીકે ભોગવેલ સજા મજેરે આપવા જણાવાયુ છે.તેમજ આ કામે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ, કપડા અને બીજી ચીજ વસ્તુઓનો અપીલ સમય વીત્યા બાદ નાશ કરવા પણ જણાવાયું છે.ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ-363 (1) મુજબ હુકમની એક નકલ આરોપીને વિનામૂલ્ય આપવા હુકમ કરવામાં આવ્યો છે.
નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સિવિલ નંબર 565/2012 નિપુણ સક્સેના વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા તારીખ 5/ 9/2018 ના ચુકાદા મુજબ નાલ્સાની વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ 2018 ની જોગવાઈઓ મુજબ ભોગ બનનારને રૂપિયા 2 લાખ ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દાહોદને યાદી આપવા જણાવ્યું છે.
ઉપરોક્ત હુકમ એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ જજ, બી.એસ.પરમાર નાઓ દ્વારા દાહોદ લીમખેડાનાઓ દ્વારા આજરોજ 29 મી ડિસેમ્બર- 2022 ના રોજ વાંચી સંભળાવી જાહેર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!