કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકામાં જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતોની ખેતીને ભારે નુકસાન થવા પામ્યું
સીંગવડ તા.17
સિંગવડ તાલુકામાં ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવે છે જ્યારે ખેડૂતો રાત દિવસ આ ખેતી પાછળ ખાતર પાણી વગેરે મૂકીને તેને માવજત કરીને એ ખેતી મોટી કરે છે જ્યારે આ ખેતરોમાં ઘઉં મકાઈ ચણા તુવર વગેરે પાકો મોટા થઈ જતા આ ઉભા પાકોને જંગલી ભૂંડો દ્વારા તેને પૂરો કરી નાખતા હોય છે જેના લીધે ખેડૂતોને તેમના પાકોનું નુકસાન થતું હોય છે જ્યારે ભૂંડોના ત્રાસથી પાકના રક્ષણ માટે ખેડૂતો ને સરકાર દ્વારા પણ કોઈ સહાયતા મળી રહેતી હોય તે માટે તેમનો પાક બચે તેમ છે જ્યારે ખેડૂતો દ્વારા રજૂઆતો કરવા છતાં તેમને આ ભૂંડો માટે સરકાર દ્વારા જો કોઈ પણ જાતની સહાયતા કરવામાં આવે તો આ ખેડૂતોને તેમના પાક બચી શકે અને તેમની ખેતીમાં મહેનત કરે તે બચી શકે તેમ છે જ્યારે સરકારી તંત્ર દ્વારા આ ભૂંડોના ત્રાસથી ખેડૂતોને ખેતી બચાવી લેવા માટે કોઈપણ જાતની સ્કીમ આપીને ખેડૂતોને મદદરૂપ થાય તેવી ખેડૂતોની માંગ છે