
રાજેશ વસાવે દાહોદ
દાહોદ નગરમાં સીટીઝન પર્સેપ્શન સર્વેનો પ્રારંભ : સુવિધાઓ વિશે નગરજનો આપી શકશે ફીડબેક
૦૦૦
દાહોદ, તા. ૧૭ : દાહોદના કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સીટીઝન પર્સેપ્શન સર્વેનો પ્રારંભ કરાયો છે. આ વેળાએ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ સુશ્રી રીનાબેન પંચાલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી સહિતના અધિકારીશ્રીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગે સમગ્ર દેશમાં ગત તા.૧૦ નવેમ્બરથી ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ – ૨૦૨૨ના ભાગરૂપે સીટીઝન પર્સેપ્શન સર્વેનો પ્રારંભ કર્યો છે. આ સર્વે ગત તા. ૦૯ ડિસેમ્બર થી આગામી તા. ૨૨.૦૧.૨૦૨૩ સુધી ઓનલાઇન તેમજ ઓફલાઇન માધ્યમથી શરૂ થયો છે ત્યારે દાહોદના નગરજનો પણ નગરની સુવિધાઓ વિશે ઉક્ત સમયમર્યાદામાં ફીડબેક આપી શકશે.
આ સર્વેમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, હવા, પાણી, વીજળી વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓની દાહોદ શહેરમાં શું સ્થિતિ છે તેને લાગતા ૧૭ જેટલા સામાન્ય વૈકલ્પિક પ્રશ્નોના ઓનલાઇન જવાબો આપીને સબમિટ કરવાના છે. ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ ફીડબેક આપવા માટે આ મુજબ આપી શકાશે. સર્વ પ્રથમ આ મુજબની લિન્ક / QR Code સ્કેન કરવાની રહેશે.
https://eol2022.org/CitizenFeedback%2c
ત્યાર બાદ ભાષા પસંદ કરી અને વ્યક્તિ ગત પ્રાથમિક માહિતી દાખલ કરી દાહોદ શહેર માટે કોડ નંબર: ૮૦૨૫૯૦ અચૂક દાખલ કરવો. ત્યાર બાદ દાહોદ શહેરમાં નગરજનોને મળતી પ્રાથમિક સવલતો અન્વયે ૧૭ પ્રશ્નો અંગે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરીને ફીડબેક આપવાનો રહેશે. ફીડબેક આપ્યા બાદ સબમિટ પર ક્લિક કરવાથી તુરંત જ કેન્દ્ર સરકાર અધિકૃત પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે.
૦૦૦