Friday, 19/04/2024
Dark Mode

મતદાનની સાથે સાથે..દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર શરૂઆતી મતદાનમાં 12 જેટલી EVM તેમજ VVPAT સહિતના મશીનોમાં યાંત્રિક ખામી સર્જાઈ.

December 5, 2022
        1318
મતદાનની સાથે સાથે..દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર શરૂઆતી મતદાનમાં 12 જેટલી EVM તેમજ VVPAT સહિતના મશીનોમાં યાંત્રિક ખામી સર્જાઈ.

મતદાનની સાથે સાથે..દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર શરૂઆતી મતદાનમાં 12 જેટલી EVM તેમજ VVPAT સહિતના મશીનોમાં યાંત્રિક ખામી સર્જાઈ.

દાહોદ તા.05

દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર મતદાનના શરૂઆતથી દોરમાં વિવિધ મતદાન કેન્દ્રો પર ઇવીએમ તેમજ વિવિપેટ સહિત કુલ 12 વસ્તુઓમાં ખોટ સર્જાઇ હતી. જેમાં ૧૧ વાગ્યા સુધીમાં ૦૯ વીવીપેટ, ૦૨ કંટ્રોલ યુનિટ અને ૦૧ બેલેટ યુનીટ મળી કુલ ૧૨ વસ્તુ ખોરવાઈ હતી જે પૈકી ફતેપુરામાં એન ડીયુ અને સીયુ ખોરવાયું હતું. ઝાલોદમાં ૦૫ વીવીપેટ, લીમખેડામાં ૦૪ વીવીપેટ જ્યારે દાહોદ ૦૧ કંટ્રોલ યુનીટનો સમાવેશ થાય છે બીજી તરફ દાહોદ જિલ્લાના ૧૬૬૨ મતદાન મથકો પૈકી ૮૯૨ મતદાન મથકોનું લાઈવ વેબ કાસ્ટીંગ ચાલી રહ્યું છે અને એનું સર્વેલન્સ જિલ્લા ચુંટણી અધિકારી અને અન્ય ચુનંદા સ્ટાફ કરી રહ્યાં છે જ્યારે મીડીયા સર્વેલન્સ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. તમામ રાજકીય પક્ષો આક્ષેપ પ્રતિઆક્ષેપની ફરિયાદો કરી રહ્યાં છે જેમાં મુખ્યત્વે દેવગઢ બારીઆ બાજુ તો આમ આદમી પાર્ટીએ મધ્ય પ્રદેશના માણસો લાવી વોટીંગ કરાવી રહ્યાં હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. ઉપરોક્ત ખોટકાયેલ મશીન દરમ્યાન કોઈ જગ્યાએ મતદાન રોકાયું નથી અને ખોટકાયેલા મશીનોને તાત્લાકિ રીપેરીંગ કરી પુનઃ મતદાન કાર્ય શરૂં કરવામાં આવ્યું હતું.

 ગરબાડા તાલુકાના ભિલવા ગામે મતદાન મથકનું EVM ખોટકાતા મતદારો અડધો કલાક સુધી લાઈનોમાં બેસી રહ્યા હતા.

ગરબાડા તાલુકાના ભિલવા ગામે મુખ્ય પ્રાથમિક શાળામાં બુથ નબર ૩ નું EVM મશીન ખોટકાતા મતદારો ૩૦ મિનિટ સુધી લાઇનોમાં બેસવા મજબૂર બન્યા હતા આ બાબતની જાણ થતાં ની સાથેજ ગરબાડા ચુંટણી અધિકારી ,મામલતદાર અને ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા સહિત ના ભિલવા ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યા હતા અને અધિકારીઓ દ્વારા evm મશીન ફરીથી શરૂ કરી અને મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!