
દાહોદ 132 વિધાનસભા બેઠકના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીએ નાની રાણાપુર તેમજ ભાઠીવાડા ખાતે જનસભા સંબોધી..
દાહોદ 132 વિધાનસભા બેઠકના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીએ આજરોજ નાની રાણાપુર તેમજ ભાઠીવાડા ખાતે જનસભા તેમજ મીટિંગ યોજે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. જ્યાં પ્રચાર દરમિયાન કનૈયાલાલ કિશોરીએ ઠેર ઠેર પ્રચંડ સમર્થન હાંસલ કર્યું હતું.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના પાંચ દિવસ બાકી રહ્યા છે. તારે ઉમેદવારો દ્વારા પોતાનું પ્રચાર પ્રસાર કાર્ય અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તેના અંતર્ગત દાહોદ 132 વિધાનસભા બેઠકના બીજેપીના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીએ બીજેપીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે દાહોદ તાલુકાના રાણાપુર તેમજ ભાટીવાડા ખાતે પ્રચાર અર્થે નીકળ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં ભેગી થયેલી જનમેદની ને કનૈયાલાલ કિશોરીએ સંબોધી હતી તેમજ આગામી પાંચમી ડિસેમ્બરના રોજ બીજેપી તરફી બમ્પર વોટીંગ કરી
જીતાડવા માટે જન આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જા રાણાપુર તેમજ ભાઠીવાડાના સ્થાનિક ગ્રામજનોએ કનૈયાલાલ કિશોરીને ફુલહારથી આવકાર્યો હતો. સાથે સાથે તેમને પ્રચંડ બહુમતીથી જીતાડવા માટે આશ્વાસન પર આપ્યું હતું..