Saturday, 12/07/2025
Dark Mode

પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં ” દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ”એ બળદગાડા પર રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો..

June 11, 2021
        2133
પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં ” દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ”એ બળદગાડા પર રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો..

જીગ્નેશ બારીયા :- દાહોદ

પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં ” દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ”એ બળદગાડા પર રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો..

દાહોદ તા.૧૧

 પેટ્રોલ ડિઝલ તેમજ અન્ય ચીજવસ્તુઓના વધેલા ભાવના વિરોધમાં આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી શહેરમાં રેલી કાઢી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રેલી નગરના વિવિધ માર્ગાે ઉપર ફરી હતી.

પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં " દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ"એ બળદગાડા પર રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો..

#Paid pramotion

Contact us :- sunrise public school 

 એક તરફ કોરોના મહામારી ત્યારે બીજી તરફ વધતી મોંધવારીથી દેશવાસીઓ ત્રાહિમામ્‌ પોકારી ઉઠ્યાં છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે તેવામાં પેટ્રોલ,ડીઝલ અને અન્ય ચીજ વસ્તુઓના વધતાં ભાવોને કારણે પડતા ઉપર પાટું સાબીત થઈ રહ્યું છે. ગૃહિણીઓના બજેટ પણ ખોરવાયાં છે ત્યારે

પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના વિરોધમાં " દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ"એ બળદગાડા પર રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો..

પેટ્રોલ, ડીઝલના ભાવાનોમાં પણ ઐતિહાસીક સતત વધારો થઈ રહ્યો છે. આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વધતાં ભાવોનેના વિરોધમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ સમિતિના આગેવાનો દાહોદ તાલુકા પંચાયત ખાતે એકત્રીત થયાં હતાં ત્યાંથી બળદ ગાડા પર ભવ્ય રેલી શહેરમાં નીકળી હતી. આ રેલી તાલુકા પંચાયતથી યાદગાર ચોક થઈ નગરપાલિકા પહોંચી હતી અને ત્યાં સરકાર વિરોધી ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં.

————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!