Friday, 19/04/2024
Dark Mode

દાહોદ:કોરોનાની બીજી લહેર શાંત પડતા 58 દિવસ બાદ મંદિરો, બાગબાગીચા,જીમ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ખુલશે

June 11, 2021
        770
દાહોદ:કોરોનાની બીજી લહેર શાંત પડતા 58 દિવસ બાદ મંદિરો, બાગબાગીચા,જીમ કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ખુલશે

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૧

 ગુજરાતમાં ૫૮ દિવસો પછી આજે એટલે કે, તારીખ ૧૧મી જુનથી મંદિરો દર્શન માટે ખોલવામાં આવી રહ્યાં છે ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લાના મંદિરોની પણ વાત કરીએ તો તમામ મંદિરો પુનઃખોલવાની તૈયારીઓ આરંભ કરાતાં શ્રધ્ધાળુઓમાં આનંદ ફેલાયો છે. મંદિરોમાં સાફ સફાઈ સહિત તમામ તૈયારીઓ હાલ પુરજાેશમાં ચાલી રહી છે ત્યારે કોરોના મહામારીને પગલે ઘણા લાંબા સમયથી બંધ પડેલા મંદિરો ફરી ખુલતાં લોકો મંદિરોમાં ભગવાનની જે પુજાથી વંચિત રહ્યાં હતાં તે હવે પુનઃ ભગવાનની આરાધનામાં જાેડાશે. આ સાથે જીમ, બાગ, બગીચા ખોલવાની પણ મંજુરી મળતાં સરકારની ગાઈડ લાઈન અનુસાર, આ તમામ સ્થળો ખુલનાર હોવાથી લોકોમાં આનંદ જાેવા મળી રહ્યો છે. 

#Paid pramotion

 આજે જ સંપર્ક કરો :- સનરાઈઝ પબ્લિક સ્કૂલ 

ગુજરાત રાજ્યમાં ગત માર્ચ – એપ્રિલ મહિનામાં કોરોનાનું સંક્રમણ ખુબજ તેજ ગતિથી વધી રહ્યું હોઈ સરકાર દ્વારા મીની લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જે દરમ્યાન રાજ્યના તમામ નાના – મોટા ધાર્મિક સ્થાનો બંધ કરવાની પણ ગાઈડલાઈન બહાર પાડી હતી જેના અનુસંધાને દાહોદ શહેર સહિત જિલ્લાના ઘણા મંદિરો છેલ્લા બે માસથી બંધ હતાં. બે મહિના બાદ કોરોના

સંક્રમણ મંદ પડતા હવે રાજ્ય સરકાર દ્વારા મંદિર સહિતના ધાર્મિસ્થાનો, જીમ, બાગ, બગીચા વિગેરે ખોલવાની મંજુરી આપવામાં આવી છે. સતત ૫૮ દિવસ સુધી મંદિર બંધ રહ્યાં બાદ આજતી મંદિર ખુલવાનું હોઈ શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે બીજી તરફ મંદિરો ખુલવાના સમાચાર મળતાં વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ સાથે જીમ, થીએટર, બાગ, બગીચા

વિગેરે પણ સરકારી ગાઈડ લાઈન અનુસાર ખુલનાર છે અને સરકારી કોરોના ગાઈડ લાઈનનું સંપુર્ણપણે પાલન કરવાનું રહેશે. મંદિરમાં દિવસ દરમ્યાન થતીં મંગળા સહિતની આરતીના દર્શન કરવાનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે ત્યારે ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી આરતીના સમયે ભક્તોના પ્રવેશ અપાશે નહીં. આ ઉપરાંત મંદિરમાં ૫૦ શ્રધ્ધાળુઓ દર્શન કરી રહ્યાં બાદ અન્ય ૫૦ને પ્રવેશ આપવામાં આવશે તેજ પ્રમાણે જીમ, થીએટર, બાગ, બગીચામાં પણ ભીડભાડ ન થાય અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન થાય તે પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે અને તમામ તકેદારીને ધ્યાનમાં રાખી ખોલવામાં આવનાર છે.

——————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!