Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 497 ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલા ભરાયા

November 28, 2022
        534
દાહોદ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 497 ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલા ભરાયા

બાબુ સોલંકી :- સુખસર

દાહોદ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 497 ઈસમો વિરુદ્ધ અટકાયતી પગલા ભરાયા.-

સી.આર.પી.સી 107 હેઠળ 127,સીઆરપીસી 151 હેઠળ 109, સીઆરપીસી 199 તથા પ્રોહિ 93 હેઠળ કુલ 52 ઈસમો સામે અટકાયતી પગલા ભરાયા.

( પ્રતિનિધિ ) સુખસર,તા.28

દાહોદ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોની વિરુદ્ધમાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓને અનુલક્ષીને અટકાયતીપગલા ભરવામાં આવ્યા હતા. જેમાં સીઆરપીસી 107 હેઠળ કુલ 127 ઇસમો સામે પગલાં લીધેલ છે.તેમાં સીઆરપીસી 151 હેઠળ કુલ 109 જ્યારે સીઆરપીસી 109 હેઠળ કુલ 10 લોકો સામે અટકાયતી પગલા ભરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.તેમજ સીઆરપીસી 110 હેઠળ કુલ 199 લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.અને પ્રોહી 93 ના હેડ હેઠળ ફૂલ 52 મળી કુલ 497 અટકાયતી પગલા ભરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
જિલ્લામાં લાયસન્સ ધરાવતા હથિયાર પર્વનેદારોના કુલ ત્રણ ના હથિયારો જમા લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.તેમજ પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલ પ્રોહી બુટલેગર શૈલેષભાઈ દલાભાઈ જાતે પટેલને પાસાધારા હેઠળ જિલ્લા એલસીબી શાખા દાહોદના ઓએ અટકાયત કરી જિલ્લા ભુજ જેલમાં મોકલી આપવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે ઈ પી કો કલમ 376,506(2) 323, 354 (સી) મુજબના ગુનાના કામનો આરોપી નામે આદિલભાઈ યુસુફભાઈ જાતે કાયરા રહે.ઝાલોદ મીઠા ચોક તા.ઝાલોદ જિ.દાહોદ નાને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી/ કર્મચારીઓને મળેલ બાતમીના આધારે તેના ઘરેથી ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
આગામી વિધાનસભા ચૂંટણી અન્વયે છેલ્લા બે વર્ષથી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી નામે કેન્દુભાઈ ડુંગરસિંહ ચૌહાણ તથા કાદુ સકલીયાભાઈ તોમર બંને રહે. કુહા ગામ લુહાર ફળિયુ,તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ)ના ઓને બાતમીના આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓને મળેલ બાતમીના આધારે કઠીવાડા થાણા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ પોલીસની મદદથી ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.આમ, અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગીરી દાહોદ જિલ્લા પોલીસે કરેલ હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!