Tuesday, 19/03/2024
Dark Mode

દાહોદ જિલ્લા પોલીસે વીતેલા 24 કલાકમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ ઇસમોને ઝડપી જેલ હવાલે કર્યા.

November 25, 2022
        877
દાહોદ જિલ્લા પોલીસે વીતેલા 24 કલાકમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ ઇસમોને ઝડપી જેલ હવાલે કર્યા.

રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક 

 

 

દાહોદ જિલ્લા પોલીસે વીતેલા 24 કલાકમાં અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ ઇસમોને ઝડપી જેલ હવાલે કર્યા.

 

 

દાહોદ તા.૨૫

 

દાહોદ જિલ્લા પોલીસે વિતેલા ચોવીસ કલાકની અંદર ગેરકાયદે પ્રવૃતિઓ કરતાં ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરતાં પ્રોહીબીશનના કુલ ૦૭ કેસો, હથિયાર ધારી ઈસમોની અટકાયત, નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા, લાંબા સમયથી પેન્ડીંગ ૨૪ બિનજામીનલાયક વોરંટવાળા ઈસમોની બજવણી વિગેરે કાર્યવાહી કરતાં ગેરકાયદે પ્રવૃતિઓ કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

 

દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુટણી નજીક આવતાં દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા સુચનાઓ અને માર્ગદર્શન આપતાં દાહોદ જિલ્લાની પોલીસ દ્વારા સઘન કામગીરી કરી રહી છે ત્યારે પોલીસે પ્રોહીબીશનના કુલ -૦૭ કેસો કરેલ છે. પ્રોહીબીશનમાં જેમાં ગેરકાયદેસર પ્રોહીબીશનના કુલ કેસો- ૦૭, જેમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂના કેસો-૦૧, જેમાં બોટલો નંગ-૧૨, કી.રૂ.૧૩૨૦/- તથા ગુનાના કામે વપરાયેલ વાહનની કી.રૂ.૨૦,૦૦૦/- તથા દેશી દારૂના કુલ- ૦૪ કેસો , ૧૫ લીટર જેની કીંમત રૂપીયા -૩૦૦/-નો દેશી પ્રોહી મુદધામાલ પકડી પાડેલ તથા ૦૨ કેસો પીવાના કરેલ છે. આર્મ એકટ- દાહોદ ટાઉન એ ડીવિઝન પો.સ્ટે.જીલ્લા એસ.ઓ.જી.શાખા, દાહોદનાઓએ ગેરકાયદેસર દેશી હાથબનાવટની માઉઝર(પીસ્ટલ)સાથે આ કામના આરોપીને પકડી પાડેલ છે. ઝાલોદ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૭/૨૦૧૬ ઇપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૨૧૨, ૫૦૬(૨) તથા પોકસો એકટ કલમ ૪, ૧૭ મુજબના ગુનાના કામે છેલ્લા છ વર્ષથી અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી નામે રીતેશભાઇ તાલુભાઇ ગરાસીયા (રહે. ગામ પંડવાળ વોર્ડ નંબર-૬ પોલીસ સ્ટેશન ભીલકુવા તા.કુશલગઢ, જી. વાસવાડા (રાજ.) ) નાઓને સ્થાનિક પોલીસના અધિકારી/કર્મચારીઓને મળેલ બાતમી આધારે આ કામનો આરોપી પેશેન્જર વાહનમાં બેસી ઝાલોદ તરફ જવાનો હોય તેવી બાતમી મળતા ધાવડીયા ચેક પોસ્ટ ઉપરથી ટીમ વર્ક દ્રારા ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ ખુબ લાંબા સમયથી પેન્ડીંગ-૨૪ બિનજામીનલાયક વોરંટવાળા ઇસમોની બજવણી કરવામાં આવેલ છે તેમજ લીધેલ અટકાયતી પગલામાં સી.આર.પી.સી-૧૦૭ હેઠળ કુલ-૮૧ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે અને સી.આર.પી.સી-૧૫૧ હેઠળ કુલ-૨૮ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-૧૦૯ હેઠળ કુલ-૦૪ અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-૧૧૦ હેઠળ કુલ-૫૭ અટકાયતી પગલા લીધેલ છે અને પ્રોહી-૯૩ ના હેડ હેઠળ કુલ-૪૦ મળી કુલ-૨૧૦ અટકાયતી પગલા લીધેલ છે. દાહોદ ટાઉન એ ડીવિઝન પો.સ્ટે. પાર્ટ બી.ગુ.ર.નં.૧૧૮૨૧૦૧૧૨૨૨૦૬૮૪/૨૦૨૨ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ મુજબનો ગુનો જીલ્લા એસ.ઓ.જી. શાખા,દાહોદના અધિકારી/કર્મચારીઓને મળેલ બાતમી આધારે તપાસ કરતા આ કામના આરોપીઓ નામે (૧) સાબિર જબ્બારઅલી મકરાણી (રહે.દાહોદ કસ્બા,આલમદાર ચોક,તા.જી.દાહોદ) (૨) કામીલભાઇ જાતે.શેખ રહે.ભાભરા (એમ.પી)નાઓ પાસેથી પોતાના ઉપયોગમાં કે કોઇને વેચવા અથવા તબદીલ કરવા પોતે પોતાના અંગ કબજામાં દેશી હાથબનાવટની માઉઝર (પિસ્ટલ) કી.રૂ.૨૫,૦૦૦/-તથા મોબાઇલ ફોન કી.રૂ.૫૦૦૦/- મળી કુલ કી.રૂ.૩૦,૦૦૦/-ની સાથે આરોપી નં.(૧) નાને પકડી પાડેલ છે. આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગીરી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!