
સુમિત વણઝારા, દાહોદ
દાહોદમાં 108 ઈમરજન્સી સેવાએ પુનઃ એક વખત સેવાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું..
મધ્યપ્રદેશના મહિલા ધારાસભ્યને ગણતરીના કલાકોમાં વડોદરાની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પહોંચાડી નવજીવન અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો..
હેલિકોપ્ટરને ટેકઓફ અને લેન્ડિંગ કરવાનો સમય થાય એટલી જ મિનિટમાં મધ્યપ્રદેશના પૂર્વ મહિલા મંત્રીને તાબડતોડ દાહોદથી વડોદરા ખાતે સારવાર અર્થે પહોંચાડીને 108 ઈમરજન્સી સેવાના પાયલોટે ઉત્કૃષ્ટ કામગીરીનો ઉત્તમ દાખલો પૂરું પાડ્યું છે.એટલું જ નહીં ઇમર્જન્સી સેવાને સાર્થક પણ કરી છે. ત્યારે બ્રેન હેમરેજ જેવી ગંભીર બીમારીમાં પીડિત દર્દીને દાહોદ થી વડોદરા ખાતે પહોંચાડીને નવી દિશા ચીંધી છે.
આ સમગ્ર બનાવવાની વિગતવાર માહિતી એવી છે કે પડોશી રાજ્ય મધ્યપ્રદેશના જોબટ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય સુલોચના રાવતને ગઈકાલે તેમના ઘરે કાનાકાકડ ખાતે રાત્રે જમવાના સમયે અચાનક ખાતા ખાતા જ બેભાન થઈ કુરશી પરથી નીચે જમીન પર પટકાયા હતા. તાત્કાલિક તેમને ઉદેગઢ સામૂહિક સ્વાસ્થ્ય આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યા હતા ત્યાં ગંભીર હાલત જોઈને ત્યાંના તબીબોને સુલોચના બેનને દાહોદ ખાતે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં રિફર કર્યા હતા.જ્યાં મધ્ય પ્રદેશ અલીરાજપૂર કલેકટર રાઘવેન્દ્રસિંહ, પોલીસ અધિક્ષક મનોજકુમાર સિંઘ સમાચાર સાંભળી દાહોદ ખાતે દોડી આવ્યા હતા. એટલું જ નહીં ડોક્ટરો સાથે સતત પરામર્સમાં રહેલા કલેકટર અને ડીએસપી ને હાલત ગંભીર હોય અને સ્પેસીલીટી હોસ્પિટલમાં ખસેડી બ્રેન હેમરેજ ને ઓપરેશન દ્વારા વધુ અટકાવવું પડે તેમ જણાવતા તાત્કાલિક તેમને વડોદરા ખસેડવા માટેની વ્યવસ્થા ગોઠવવાની કવાયત હાથ ધરાઈ હતી. આ દરમિયાન વહેલામાં વહેલી તકે સુલોચના રાવતને વડોદરા મોકલવા માટે અલીરાજપુરના પૂર્વ ધારાસભ્ય નાગર સિંગ ચૌહાણ, તેમજ બીજેપી પ્રદેશ અધ્યક્ષ બી ડી શર્માએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ઘટના સાથે વાકેફ કરી હેલિકોપ્ટરની માંગણી કરી હતી. પરંતુ આટલા ટૂંકા સમયમાં હેલિકોપ્ટર ની સુવિધા ટેકઓફ અને લેન્ડિંગ ની સમસ્યા, તેમજ ATC ની મંજૂરીમાં વિલંબ થાય અને સમય વેડફાય તેવા સંજોગોમાં લોચના રાવતને દાહોદ માં 108 મારફતે વડોદરા ખાતે મોકલવાનું નક્કી કરાયું હતું. અને ત્યારબાદ 108 ઈમરજન્સી સેવાના એમટી પાયલોટે તાબડતોડ ગણતરી ના કલાકોમાં જોબટના ધારાસભ્ય સુલોચના રાવતને વડોદરાના ઓડી કેરા સુપર સ્પેસેલિટી હોસ્પિટલમાં સમયસર પહોંચાડી દીધા હતા. જેના પગલે હોસ્પિટલના તબીબોએ ચાર કલાકના સમયગાળામાં જ સુલોચનાબેનના બ્રેન હેમરેજ અંગેનો ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. અને હાલ તેઓ ખતરા થી બહાર હોવાનું હોસ્પિટલના તબીબો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુનઃ એક વખત 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ પોતાની ઉત્કૃષ્ટ કામગીરીનો ઉત્તમ દાખલો પૂરો પાડી પાડોશી રાજ્યની મહિલા મહિલા ધારાસભ્ય જેને બ્રેનહેમરેજ જેવી ગંભીર બીમારીનો અટેક આવતા તેમને ગણતરીના કલાકોમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પહોંચાડી નવજીવન અપાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. જે ખરેખર પ્રશંસાને લાયક છે.