
વસાવે રાજેશ દાહોદ
દાહોદ દાહોદ વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ બાવકા જિલ્લા પંચાયત સીટ પર કનૈયાલાલ કિશોરીને ઠેર-ઠેર જન સમર્થન પ્રાપ્ત..
દાહોદ તા.20
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે ત્યારે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 132 દાહોદ વિધાનસભા બેઠક પર કનૈયાલાલ કિશોરી દ્વારા પ્રચાર કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. કે અંતર્ગત આજે બાવકા જિલ્લા પંચાયત સીટ પર જન સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શંકરભાઈ
અમલીયાર, બાવકા જિલ્લા પંચાયત સીટના પર્વતભાઈ કરણસિંહ ડામોર, રાકેશ બાકલીયા મુકેશભાઈ અભિષેક મેડા,વિજયભાઈ પરમાર, જવસીંગભાઈ બામણીયા સહિતના ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદના સાંસદ ભાભોરે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ આદિવાસી વિસ્તારમાં છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. તેને ધ્યાને લઈ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કોઈ લોભામણી લાલચમાં ન આવી દાહોદ વિધાનસભા બેઠક પર કનૈયાલાલ કિશોરીને 50,000 ની જંગી બહુમતીથી સંકલ્પ લેવડાવ્યા હતા.જ્યાં બાવકા જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોમાં કનૈયાલાલ કિશોરીને ભારે આવકાર અને જન સમર્થન મળી રહ્યો છે
.