
દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણીમાં પોલીસ નિરીક્ષક તરીકે IPS અધિકારીની નિયુક્ત કરાયા.
દાહોદ તા.૧૬
ભારતના ચુંટણી પંચે દાહોદ જિલ્લાની છ વિધાનસભાની સીટ ઉપર આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨માં પોલીસ નિરીક્ષક તરીકે આઈ. પી. એસ. અધિકારી સતીશકુમાર ગજભીયે, નિયુક્તી કરેલ છે તેઓ તારીખ ૧૫.૧૧.૨૦૨૨ના રોજ દાહોદમાં પધારેલ છે અને હાલ તેઓ દાહોદમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે રોકાયેલ છે વિધાનસભાના ઈચ્છુક ઉમેદવારોમાંથી કોઈને કોઈ વ્યક્તિ દ્વારા ડરાવવામાં આવે અથવા ધાકધમકી આપવામાં આવે અથવા કોઈ માધ્યમથી નામાંકન ભરવાથી અટકાવવામાં આવે તો તેવા ઉમેદવારે પોલીસ નિરીક્ષકનાઓના મોબાઈલ નંબર ૮૮૪૯૩૯૭૨૬૫ તથા લેન્ડ લાઈન નંબર ૦૨૬૭૩ – ૨૪૯૨૭૬ પર સંપર્ક કરી શકાશે અથવા તેઓને રૂબરૂ દાહોદમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે મળી શકાશે.
—————-