સુમિત વણઝારા, દાહોદ
ગુજરાત વિધાનસભા ચૂંટણી ઇફેક્ટ… દાહોદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં.. એક દિવસમાં 7 લાખ ઉપરાંત નો વિદેશી દારૂ ઝડપ્યો…
પોલીસે વિદેશી દારૂ તેમજ વાહનો મળે 13.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો…
દાહોદ જિલ્લા પોલીસે વિવિધ ગુનાઓમાં 44 મળી કુલ 540 લોકો સામે અટકાયતી પગલા લીધા...
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગઈ છે. દાહોદ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃતિઓ સહિત અસામાજીક તત્વો પર લગામ કરવા પોલીસ તંત્રએ કમર કસી છે અને એકજ દિવસમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીના ગુનાઓ, નાસતા ફરતા આરોપીઓ સહિત વિદેશી દારૂ અને દેશી દારૂના રૂા.૭,૦૦,૦૪૧ના જથ્થા સાથે ગુન્હામાં વપરાયેલા વાહનો મળી કુલ રૂા.૧૩,૪૦,૦૪૧નો મુદ્દામાલ કબજે કર્યાે છે જ્યારે દેશી દારૂની હાટડીઓ પર પણ પોલીસે પ્રોહી રેડ પાડી રૂા. ૧૧૮૦ની કિંમતનો દેશી દારૂ કબજે કર્યાે છે.
દાહોદ શહેર પોલીસ, દેવગઢ બારીઆની સાગટાળા પોલીસ પ્રોહીના જથ્થા સાથે ગુન્હામાં વપરાયેલ વાહનો મળી કુલ રૂા.૧૩,૪૦,૦૪૧નો મુદ્દામાલ કબજે કર્યાે હતો તેમજ ખુલ લાંબા સમયથી પેન્ડીંગ ૩૮ બિન જામીનલાયક વોરંટવાળા ઈસમોની બજવણી કરવામાં આવી હતી. સી.આર.પી.સી. મુજબના ગુન્હાઓ તેમજ પ્રોહીના ગુન્હાઓ મળી કુલ ૪૪ મળી કુલ ૫૪૦ અટકાયતી પગલાં લેવામાં આવ્યાં ચે. લાયસન્સ ધરાવતાં હથિયાર ધરાવતાં હથિયાર પરવાનેદારોના કુલ ૨૯૧ના હથિયારો જેમાં લેવામાં આવ્યાં છે. વિવિધ ગુન્હાઓમાં નાસતા ફરતાં તેમજ વોન્ટેડ આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યાં છે.