Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તથા સમાજ કલ્યાણ શાખા દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર:ભ્રષ્ટાચારીઓને છાવરવા બદલી કરતા ભ્રષ્ટ તંત્રો.

November 9, 2022
        3050
દાહોદ જિલ્લામાં ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તથા સમાજ કલ્યાણ શાખા દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર:ભ્રષ્ટાચારીઓને છાવરવા બદલી કરતા ભ્રષ્ટ તંત્રો.

બાબુ સોલંકી, સુખસર 

 

દાહોદ જિલ્લામાં ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તથા સમાજ કલ્યાણ શાખા દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર:ભ્રષ્ટાચારીઓને છાવરવા બદલી કરતા ભ્રષ્ટ તંત્રો.

 

 

 

જિલ્લામાં અનુસૂચિત જાતિ માટે આંબેડકર આવાસ તથા વાલ્મિકી સમાજ માટે સફાઈ કામદાર આવાસ યોજના તેમજ ગટર સફાઈ મશીનો સહિત સામૂહિક આવાસ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરી લાભાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવેલ છે.

 

કસુરવાર ભ્રષ્ટાચારીઓ સામે જિલ્લા લેવલથી લઈ કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો થયેલ છે:તપાસ વિજિલન્સ વિભાગ વડોદરાને સોંપવામાં આવેલ છે:મહિનાઓ વિતવા છતાં તપાસ નહીં કરી કૌભાંડીઓની બદલી કરવામાં આવી છે..!..?

 

 

દાહોદ સફાઈ કામદાર વિકાસ નિગમ કચેરી દ્વારા કોઈપણ જાતની જાહેરાત આપ્યા વિના નિયમોની ઐસી કી તૈસી કરી બારોબાર પાંચ જેટલા કર્મચારીઓને નિમણૂક આપતા ભ્રષ્ટ અધિકારીઓ.

 

 સુખસર,તા.9

 

      દાહોદ જિલ્લા સમાજ શાખા તથા સફાઈ કામદાર વિકાસ નિગમ કચેરી દ્વારા અનુસૂચિત જાતિના રોહિત,વણકર તથા વાલ્મિકી સમાજના ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને સરકાર દ્વારા અપાતાં વિવિધ લાભોમાં છેલ્લા ત્રણેક વર્ષથી હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે.જે બાબતે ફતેપુરા તાલુકાના એક નાગરિક દ્વારા જિલ્લા કક્ષાથી લઈ કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવામાં આવેલ હતી.જેની તપાસ નાયબ નિયામક વિજિલન્સ વિભાગ વડોદરાને સોપાયે મહિનાઓ વિતવા છતાં તપાસ નહીં કરી કૌભાંડ આચરનાર કૌભાંડી કર્મચારીઓના કરતુંતો દબાવવાના ઈરાદાથી કૌભાંડ આચરવામાં ભાગ ભજવનાર જવાબદાર અધિકારીઓ દ્વારા બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

      પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખા દ્વારા અનુસૂચિત જાતિના રોહિત તથા વણકર સમાજના ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને આંબેડકર આવાસ યોજના તથા વાલ્મિકી સમાજના લાભાર્થીઓને ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ કચેરી દ્વારા સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે.તેમજ વાલ્મીકિ સમાજના સભ્યોને ગટર સફાઈ માટે ડીઝલ એન્જિન માટે તેમજ સ્વરોજગારી માટે સરકાર દ્વારા નાણાકીય સહાય કરવામાં આવે છે.પરંતુ દાહોદ જિલ્લામાં સમાજ કલ્યાણ શાખાના તથા સફાઈ કામદાર વિકાસ નિગમ કચેરીના જવાબદારો દ્વારા સાચા લાભાર્થીઓ સાથે હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે.જ્યારે આ કચેરીઓમાં ફરજ બજાવતા અને મળતીયા દલાલો દ્વારા લાભાર્થીઓ નક્કી કરી સરકારી નાણા નો દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જે બાબતે જિલ્લા કક્ષાથી કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવામાં આવેલ છે.અને જેની તપાસ નાયબ નિયામક,વિજિલન્સ વિભાગ,વડોદરાને બે માસ અગાઉ તપાસ સોંપવામાં આવેલ છે.છતાં આજ દિન સુધી વિજિલન્સ વિભાગ દ્વારા પણ કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી. અને તેઓ દ્વારા પણ કૌભાંડીઓને છાવરવાની કોશિશ કરવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

         જો કે આ બાબતથી સમાજ કલ્યાણ શાખાતથા સફાઈ કામદાર વિકાસ નિગમના નિયામક ગાંધીનગર નાઓ પણ અજાણ નથી.તેમ છતાં તેમના પેટનું પાણી પણ હાલતું નથી.અને કૌભાંડ આચરવામાં મદદગારી કરનાર દલાલો સહિત જિલ્લાના જવાબદારો હજી પણ બિન્દાસ કૌભાંડ આચરવામાં રચ્યા-પચ્યા રહેતા હોવાનું જાણવા મળે છે.જેની સાબિતી જોઈતી હોય તો ઓક્ટોબર-22 માં દાહોદ જિલ્લામાં સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા 170 લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે તેની જ જો ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવે તો આગાઉ જિલ્લા સમાજ કલ્યાણ શાખા તથા સફાઈ કામદાર વિકાસ નિગમના જવાબદારો દ્વારા કેટલા કૌભાંડો કર્યા હશે તેનો સુરાગ મળી રહે તેમાં કોઈ બે મત નથી. અને આ ગેરરીતિમાં મુખ્ય ભૂમિકા મદદનીશ જિલ્લા મેનેજર દાહોદના ઓની મુખ્ય ભૂમિકા હોવાનું પણ જાણવા મળે છે. તેમજ તેઓએ વાલ્મિકી સમાજના સભ્યોને આવાસ યોજનાનો લાભ અપાવવાના બહાના હેઠળ હજારો રૂપિયાનું ઉઘરાણું કરી લાભ નહીં અપાવી નાણાકીય છેતરપિંડી કરી હોવાનું જાણવા મળે છે.ત્યારે તેમની બદલી થતાં ગરીબોને ન્યાય અપાવવા કોઈ જવાબદાર અધિકારી બાહેધરી આપવા તૈયાર છે ખરા?

      અહીંયા એ પણ નોંધનીય બાબત છે કે,દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખા તથા સફાઈ કામદાર વિકાસ નિગમ દાહોદના ઓની વિરુદ્ધમાં રજૂઆત થયેલ છે.જેની તપાસની અરજદાર દ્વારા રાહ જોવાઇ રહી છે.ના છૂટકે હાઇકોર્ટમાં રીટ દાખલ કરી ઉચ્ચસ્તરીય તપાસની માંગ સાથે કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન છે.છતાં પણ હાલમાં દાહોદ જિલ્લા સફાઈ કામદાર વિકાસ નિગમ કચેરી દ્વારા કોઈપણ સમાચાર પત્રમાં કર્મચારીઓની નિમણૂક બાબતે જાહેરાત આપ્યા વિના સરકારના નિયમોની ઐસી કી તૈસી કરી કચેરીના જવાબદારો દ્વારા બારોબાર પાંચ નિરીક્ષક કર્મચારીઓને નિમણૂક આપી ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા સરકારના પરિપત્રનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

     અત્રે ઉલ્લેખનીય બાબત છે કે,અનુસૂચિત જાતિના રોહિત,વણકર તથા વાલ્મિકી સમાજના ગરીબી રેખા હેઠળ જીવતા લાભાર્થીઓ સાથે અન્યાય કરવા સંદર્ભે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દાહોદના ઇન્ચાર્જ જિલ્લા મેનેજર,મદદનીશ જિલ્લા મેનેજર,ઓફિસ સુપ્રિટેન્ડન્ટ સહિત દાહોદ જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ શાખાના તત્કાલીન ઇન્ચાર્જ કે જેઓ હાલ બઢતી મેળવી દાહોદ જિલ્લાના એક તાલુકામાં નાયબ તાલુકા વિકાસ અધિકારી તરીકે કાર્યરત છે.તેઓ તેમજ દલિત લોકોના લાભોમાં કરોડોના કૌભાંડો આચરવામાં સંડોવાયેલા છે જેઓની સામે તપાસ માટે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જાણવા મળે છે.

     આમ,દાહોદ જિલ્લા સમાજ કલ્યાણ શાખા તથા સફાઈ કામદાર વિકાસ નિગમના જવાબદારો દ્વારા જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો સાથે મનસ્વી વહીવટ ચલાવાઇ રહ્યો છે.છતાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, નાયબ નિયામક,અનુસૂચિત જાતિ કલ્યાણ,વિજિલન્સ વિભાગ,વડોદરા સહિત નિયામક,અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ગાંધીનગરનાઓ દાહોદ જિલ્લામાં અનુસૂચિત જાતિના લોકો સાથે કરવામાં આવેલ અન્યાય સંદર્ભે આંખ આડા કાન કરી ચૂપ કેમ છે?તે એક સળગતો સવાલ છે અને તેના ઉપરથી પણ આવનાર સમયમાં પરદો જરૂર હટશે તેમ જણાઈ રહ્યું છે.જોકે કરોડો રૂપિયાનું કૌભાંડ દબાવવાના ઈરાદાથી ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દાહોદના મદદનીશ જિલ્લા મેનેજર વિજયકુમાર પી.સુથારીયાના ઓની જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક ભરૂચ ખાતે બદલી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. પરંતુ આવનાર સમયમાં આવાસ યોજનાનો લાભ મેળવવાની લાલચે છેતરપિંડીનો શિકાર બનેલા લાભાર્થીઓ દ્વારા દાહોદ જિલ્લામાં કેટલાક જવાબદારો સામે ઉગ્ર વિરોધ ઉભો થાય તેવા સંજોગો પણ જણાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!