
રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
દાહોદના યુવકે સોની પર પ્રસારિત થતા કોન બનેગા કરોડપતિમાં લાખો રૂપિયાની રકમ જીતી દાહોદનું નામ રોશન કર્યું..
દાહોદ શહેરની નામાંકિત સંસ્થામાં વિશેષજ્ઞ તરીકે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના યુવકે મજબૂત મનોબળ તેમજ દ્રઢ સંકલ્પના આધારે 22 વર્ષની મહેનતના અંતે સોની ટીવી પર પ્રસારિત થતા કોન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં લાખો રૂપિયાની ધન રાશી જીતી પોતાની માતૃભૂમિ તેમજ કર્મભૂમિ દાહોદ જિલ્લાનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે.
મધ્યપ્રદેશના સાગર જિલ્લાના રહેવાસી અને જબલપુર ખાતે એગ્રીકલ્ચરમાં અભ્યાસ પૂર્ણ કરી 2014માં દાહોદની નામાંકિત સદગુરુ ફાઉન્ડેશન એન્ડ વોટર ડેવલોપમેન્ટ નામક સંસ્થામાં પ્રોગ્રામ એસયુકેટીવ ઓફિસર એટલે એગ્રીકલ્ચરના વિશેષજ્ઞ ફરજ બજાવતા ભુપેન્દ્ર ચૌધરી નામક યુવકે 2000 ની સાલમાં શરૂ થયેલા કોન બનેગા કરોડપતિ સીઝન 1 શરૂ થતા સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસવાનું સપનું કેળવ્યું હતું.અને દરેક સીઝનમાં હોટ સીટ સુધી પહોંચવા પ્રયાસ કર્યા હતા પરંતુ નિષ્ફળ નીકળ્યા હતા. સમય વીતતો ગયો અને કેબીસીના તબક્કા વાર સીઝનો નો કાર્યકાળ પણ નીકળતો ગયો. પરંતુ કહેવાય છે કે “ખુદી કો કર ઇતના બુલંદ એ ખુદા ભી તુઝ સે આકર પૂછે કે બતા તેરી રઝા ક્યા હૈ.” તે ઉક્તિને સાર્થક કરતા ભુપેન્દ્ર ચૌધરીએ મકાન મનોબળ તેમજ દ્રઢ સંકલ્પના આધારે આખરે 22 વર્ષ પછી કિસ્મતના દ્વાર ખુલ્યા અને આખરે પ્રશ્નોના જવાબ આપી કેબીસીના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો ત્યારબાદ સોની ટીવી દ્વારા તેમને મુંબઈ બોલાવવામાં આવ્યા અને ત્યાં તબક્કાવાર વિવિધ પ્રોસેસોમાંથી પસાર થઈ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ સુધી પહોંચ્યા. અને ત્રણ સવાલોના જવાબ આપ્યા પછી અંતે જે એમનું સપનું હતું તે પૂર્ણ થયું. અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસવાનો અવસર આવ્યો. પોતે કલ્પના પણ કરી નહીં હોય અને તેમનું સપનું સાકાર થયું હોય ત્યારે ઉત્સાહ અને થોડા નર્વસ થઈ હોટ સીટ પર બેસી કેબીસી રમવાનું શરૂ કર્યું. પોતાનું વાંચન અને અનુભવના કારણે તેઓ તબક્કાવાર સવાલોના જવાબ આપતા ગયા. અને 12:30 લાખના સવાલ ઉપર તેમને દાહોદ ખાતે તેમની સાથે સંસ્થામાં કામ કરતા અધિકારીને ફોનો ફ્રેન્ડ લાઈફલાઈન યુઝ કરી મદદ માંગી હતી. ત્યારબાદ 50 લાખ,75, લાખના સવાલનો સાચો જવાબ આપ્યો હતો. જોકે તેઓ ખરેખર કેટલી રકમ જીત્યા છે. તે હાલ ચેનલ ની ગાઈડલાઈન મુજબ જાહેર કરી શકાતી નથી. પરંતુ કેબીસીમાં લાખો રૂપિયાની રકમ જીતી પોતાની જન્મભૂમિ કુરાઈ જ નહિ પરંતુ તેમની કર્મભૂમિ દાહોદનું પણ વિશ્વની ફલક પર નામ રોશન કર્યું છે. અત્રે ઉલ્લેખની છે કે ભુપેન્દ્રભાઈએ જીતેલી રકમ પોતાના બાળકોના ભવિષ્ય તેમજ તેમના માતા-પિતાના સપનાઓને પૂર્ણ કરી અમુક રકમનો ભાગ સંસ્થામાં તેમજ ખેડૂતોને કોઈ જગ્યાએ કામ લાગે તે માટે આપવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે.