
સુમિત વણઝારા, દાહોદ
દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં ચંદ્ર ગ્રહણ પૂર્ણ થતા તમામ મંદિરોના દરવાજા ખોલવામાં આવ્યા અને દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી
દાહોદ શહેર સહીત જિલ્લા તમામ મંદિરો ચંદ્રગ્રહણના કારણે બંધ રાખવામાં આવ્યા હતા. સાંજના સમયે ચંદ્રગ્રહણ પૂર્ણ થતા દાહોદ શહેર ઉપરાંત તાલુકાના વિવિધ મથકોમાં આવેલા મંદિરો તેમજ લીમડી નગરમાં શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર, રામદેવપીર મંદિર ,અન્નપૂર્ણા માતા મંદિર ,સાઈ મંદિર સહિતના મંદિરોનાં દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ત્યાર પછી તમામ મંદિરોમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા હતા.દીપ પ્રાગટ્ય કરતા સમગ્ર મંદિર પરિષદ ઝગમગી ઉઠ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દેવ દિવાળી હિંદુ પંચાંગ પ્રમાણે કારતક માસની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. જેમ દિવાળી પાંચ દિવસોની છે, તેમે દેવ દિવાળી પણ અગીયારસથી શરૂ થઇને પૂનમ સુધી, એમ પાંચ દિવસ માટે ઉજવવામાં આવે છે. તેનું નામ સુચવે છે તેમ, આ દેવોની દિવાળી ગણવામાં આવે છે તથા તે દિવાળીનાં પર્વની પૂર્ણાહુતિ તરિકે ઉજવવામાં આવે છે.આ દિવસે મંદિરોમાં ભગવાન માટે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે.