Friday, 11/07/2025
Dark Mode

દાહોદ સહીત પાડોશી રાજ્યમાં વાહનચોરી ને અંજામ આપી તરખાટ મચાવનાર આંતરરાજ્ય વાહનચોર ટોળકીનાં મુખ્ય સૂત્રધાર સહિત ત્રિપુટીને દાહોદ શહેર પોલીસના હાથે ઝડપાયા…

June 10, 2021
        1073
દાહોદ સહીત પાડોશી રાજ્યમાં વાહનચોરી ને અંજામ આપી તરખાટ મચાવનાર આંતરરાજ્ય વાહનચોર ટોળકીનાં મુખ્ય સૂત્રધાર સહિત ત્રિપુટીને દાહોદ શહેર પોલીસના હાથે ઝડપાયા…

રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ સહીત પાડોશી રાજ્યમાં વાહન ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય વાહનચોર ટોળકીનાં મુખ્ય સૂત્રધાર સહિત ત્રિપુટીને દાહોદ શહેર પોલીસે દબોચી,

દાહોદ પોલિસે 11 મોટરસાયકલ તેમજ એક ફોર વ્હીલર કાર સહીત સાત લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો

 દાહોદ પોલીસે નાકાબંધી દરમિયાન પકડેલા ત્રણ વાહનચોરોના અન્ય 6 સગીરતો વોન્ટેડ…

દાહોદ પોલીસના હાથે ઝડપાયેલા આંતર રાજ્ય વાહન ચોર ટોળકીએ ગુજરાત સિવાય રાજસ્થાન મધ્યપ્રદેશમાં વાહનો ચોરી કર્યાનું ઘસ્ફોટક 

દાહોદ તા.૧૦

 મધ્યપ્રદેશ રાજ્યની હાઈ સ્પીડ મોટરસાઈકલ ચોરી કરનાર ગેંગના લીડર તથા તેના અન્ય ત્રણ સાગરીતોને દાહોદ શહેર પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી ૧૧ ચોરીની મોટરસાઈકલો તથાં એક બોલેરો ફોર વ્હીલર ગાડી મળી ૧૨ ચોરીના વાહનો કબજે કર્યાનું જાણવા મળી રહ્યું છે.

 દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી વાહન ચોરીના બનાવોમાં ઘરખમ વધારો જાેવા મળ્યો હતો ત્યારે આ ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસને જિલ્લા પોલીસ વડા હિતેશ જાેયસરની સુચના અને માર્ગદર્શન હેઠળ મોટરસાઈકલ ચોર ટોળકીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરતાં દાહોદ શહેર પોલીસ પણ આ કામગીરીમાં જાેડાઈ હતી ત્યારે ગતરોજ દાહોદ શહેર પોલીસને મળેલ બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની હાઈ સ્પીડ મોટરસાઈકલ ચોરી કરનાર ગેંગના લીડર તેના સાગરીતો સાથે ચોરીની અપાચી મોટરસાઈખલ લઈને દાહોદ શહેમાં ચોરી કરવાને ઈરાદે આવનાર છે જે બાતમીના આધારે દાહોદ શહેર પોલીસ શહેરના પડાવ વિસ્તાર ખાતે વોચ ગોઠવી ઉભા હતાં. આ દરમ્યાન બાતમીના દર્શાવેલ અપાચી મોટરસાઈકલ પર સવાર બે ઈસમો ત્યાંથી પસાર થતાં પોલીસ તેઓને રોક્યાં હતાં અને મોટરસાઈકલ વિશે તેમજ મોટરસાઈકલના કાગળો વિશે પુછતાં અને માંગણી કરતાં આ બંન્ને ઈસમો ગલ્લા તલ્લા કરવા લાગ્યાં હતાં. પોલીસે આ બંન્ને જણાની અટકાયત કરી દાહોદ શહેર પોલીસ મથકે લઈ આવ્યાં હતાં અને જ્યાં તેઓની સઘન પુછપરછ કરતાં અનેક મોટરસાઈકલ ચોરીની કબુલાત કરી હતી. એકનું નામ સુનિલ કહારસીંગ ડાવર અને બીજાનું નામ મહેશ ઉર્ફે મડીયા વાલસીંગભાઈ અખાડીયા (ઉ.વ.૨૦,૨૧, બંન્ને રહે. બહેડીયા, ડાલરીયા ફળિયું, તા.જાેબટ, જિ.અલીરાજપુર, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.

 પોલીસની સઘન પુછપરછમાં બીજી મોટરસાઈકલ અને ફોર વ્હીલર ગાડી પણ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું ત્યારે એક્શનમાં આવેલ દાહોદ શહેર પોલીસે આ ગેંગના અન્ય સાગરીતો ઘુંઘરસીગ નાહટીયાભાઈ મુવેલ (રહે. ભોરવાકુંવા, તા.રાણાપુર, જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ), મુકેશભાઈ પારૂભાઈ ભાભોર (રહે.ઢોલીવાડા, તડવી ફળિયું, તા. રાણાપુર, જી.ઝાબુઆ, મધ્યપ્રદેશ) ની પણ પોલીસ અટકાયત કરી હતી.

 આ ગેંગના વોન્ટેડ આરોપી આપસીંગભાઈ મોબતસિંગ બામણીયા, તોકસિંગ લાલસીંગ અમલીયાર, કમીશ બાપસીંગ બામણીયા (ત્રણેય રહે. જાેબટ, મધ્યપ્રદેશ), હિતેશ કમલેશભાઈ નીમાના (રહે. દાહોદ), પ્રકાશ દરિયાવસિંહ બામણીયા (રહે. કરચટ, તા.જિ.ધાર, મધ્યપ્રદેશ) અને અજીત જંગલ્યાભાઈ મંડોડ (રહે. ચાપર ખાંડા, તા.રાણાપુર, જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ) નાની ધરપકડના પોલીસે ચક્રોગતિમાન કર્યાં છે.

પોલીસે ઝડપાયેલ ઈસમો પાસેથી ચોરીની ૧૧ મોટરસાઈકલો તેમજ ૦૧ બોલેરો ગાડી કબજે કરી છે.

દાહોદ પોલીસના હાથે ઝડપાયેલા આંતર રાજ્ય વાહન ચોર ટોળકીએ ગુજરાત સિવાય રાજસ્થાન મધ્યપ્રદેશમાં વાહનો ચોરી કર્યાનું ઘસ્ફોટક 

આરોપીઓએ ગુજરાત તથા રાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજ્યના જીલ્લા / શહેર જેવા કે દાહોદ , કતવારા , ગોધરા એ – ડીવીઝન , અંકલેશ્વર / સજ્જનગઢ , કેલીઝરા – બાંસવાડા / નર્મદા કોલોની વડવાડ પોલીસ સ્ટેશન , ઝાબુઆ , સાદલપુર પોલીસ સ્ટેશન ધાર વગેરે વિસ્તારો માથી છેલ્લા કેટલાક સમયથી મોટર સાયકલો તથા એક બોલેરો ગાડીની ચોરી કર્યાનું કબૂલ કર્યું હતું 

—————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!