
સુમિત વણઝારા, દાહોદ
દાહોદ જિલ્લામાં વીતેલા 24 કલાકમાં ત્રણ જુદા-જુદા માર્ગ અકસ્માતના બનાવોમાં પાંચ વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યા..
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે ત્રણ જુદી જુદી જગ્યાએ સર્જાયેલ માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં પાંચ વ્યક્તિઓના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના ખરોડ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા. ૨૯મી ઓક્ટોમ્બરના રોજ એક ઈકો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝઢપે અને ગફલત ભરી રીતે હંકારી ખરોડ ગામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ખરોડ ગામે વડલી ફળિયામાં રહેતાં મહેશભાઈ મંગળીયાભાઈ ભોહાની છોકરી આરતીબેન તેમના જુના ઘરથી નવા ઘરે જતી હતી તે સમયે ઈકો ગાડીના ચાલકે રસ્તે ચાલતાં જતાં આરતીબેનને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં આરતીબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે મહેશભાઈ મંગળીયાભાઈ ભોહાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના દાતીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૯મી ઓક્ટોમ્બરના રોજ એક અજાણ્યા વાહનને ચાલકે પોતાના કબજાનું ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે રસ્તેથી ચાલતાં પસાર થતાં અજાણ્યા ૫૫ વર્ષીય આધેડ વ્યક્તિને અજાણ્યા ફોર વ્હીલર ગાડીના ચાલકે અડફેટમાં લેતાં અજાણ્યા વ્યક્તિ ફંગોળાતાં તેમને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે દાતીયા ગામે માવી ફળિયામાં રહેતાં રાવજીભાઈ પારસીંગભાઈ માવીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો ત્રીજાે બનાવ ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામં ઘાસીયા સ્ટેશન પાસે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૯મી ઓક્ટોમ્બરના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના આસપાસ એક ઈકો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ઈકો ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ પર સવાર નિતેશભાઈ સમુભાઈ બિલવાળ તથા અનિલાબેન નરસીંગભાઈ ડીંડોર (બંન્ને રહે. કાળીગામ ઈનામી, નીચવાસ ફળિયા, તા. ઝાલોદ, જિ.દાહોદ) નાને અડફેટમાં લેતાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં જેને પગલે બંન્ને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં બંન્નેના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં જ્યારે ઈકો ગાડીના ચાલકે અન્ય એક વ્યક્તિ પ્રભાકરભાઈ પંચાલ નામના વ્યક્તિને પણ અડફેટમાં લેતાં તેઓને પણ શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં જ્યાં સારવાર દરમ્યાન પ્રભાકરભાઈનું પણ મોત નીપજ્યું હતું.
આ સંબંધે કાળીગામ ઈનામીસ નીચવાસ ફળિયા ખાતે રહેતાં અરવિંદભાઈ રમુભાઈ બીલવાળે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.