
જીગ્નેશ બારીયા :- દાહોદ
કોરોના મહામારીને કારણે મૃત્યુ પામેલા દિવંગત આત્મા ઓની શાંતિ માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સામૂહિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો
દાહોદ તા.07
તાજેતરમાં કોરોનાની મહામારીને કારણે કોરોનાથી મૃત્યુ પામેલ દિવંગત વ્યક્તિઓની આત્માને શાંતિ તે માટે તેઓને સામૂહિક શ્રધ્ધાંજલિ આપવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તારીખ 7 જૂનના રોજ શહેરના સ્વામી વિવેકાનંદ ચોક ખાતે સામૂહિક શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
કોરોનાની બીજી લહેરે સૌ કોઈને હચમચાવી નાખ્યા છે કોરોનાની બીજી લહેરમાં વયોવૃદ્ધ થી લઇ યુવાનોને પણ પોતાના સકંજામાં લોકોને જકડયા હતા. કોરોનાની આ બીજી લહેરમાં શહેરમાં મૃત્યુઆંકમાં પણ ખૂબ જ વધારો થયો છે ત્યારે દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી મૂક્યો હતો. એપ્રિલ માસના પ્રારંભ સાથે જ કોરોના એ પોતાનું રૌદ્ર રૂપ ધોરણ કરતા સૌ કોઈ ફફડી ઉઠયા હતા.દાહોદના સ્મશાનગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલ લોકોને અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો પણ જાગતી હતી કોરો નથી રોજ રોજ ઘણા દર્દીઓ મોતને ભેટી રહ્યા હતા ત્યારે આવી અત્યંત વિકટ આ પરિસ્થિતિમાં કોરોના થી મૃત્યુ પામેલ દિવગંત વ્યક્તિઓની આત્માને શાંતિ મળે તેવા શુભ આશય સાથે સામૂહિક શ્રધ્ધાંજલિ સભાનું દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા
#Paid Pramotion
Contact us :- sunrise public school
આજરોજ દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તાર ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ ચોક ખાતે સવારના સાડા અગિયાર કલાકે યોજવામાં આવ્યો હતો આ સભામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ કાર્યકરો સહીત પાર્ટીના લોકો સભામાં જોડાયા હતા.