Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ નજીક જેસાવાડા રોડ પર બોરવેલની ગાડી તેમજ બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું મોત:મૃતકના પરિવારજનો દ્વારા બોરવેલની ગાડીને સળગાવવાનો પ્રયાસ…

October 23, 2022
        3824

જેસાવાડા-દાહોદ ગ્રામ્ય પોલીસના સંકલનના લીધે સ્થળ પર પહોંચેલી પોલીસે આગ ઓલવી પરિસ્થિતિ કાબુમાં લીધી..

દાહોદ તા.૨૨

દાહોદના જેસાવાડા જવાના રોડ ઉપર અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત નીપજતા પરિવારજનો એ બોરવેલની ટ્રકમાં આગ ચાંપી દેતા તાત્કાલિક રૂરલ અને જેસાવાડા પોલીસ આવી જતા ટ્રકમાં આગ ચાંપવાની કોશિશ કરનારા લોકો પોલીસને દેખી ભાગી ગયા હતા તેમજ ટ્રકમાં લાગેલી આગને પોલીસે બાજુના ખેતરમાંથી પાણી નાખી અને ટ્રકમાં લાગેલી આગને ઓળવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ થી જેસાવાડા જવાના રોડ ઉપર નગરાલા ગામ નજીક એક બાઈક ચાલક અને બોરવેલ ટ્રક ચાલક સાથે અકસ્માત સર્જાતા તે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ત્યારબાદ મોતને પામનારના બાઈક ચાલકના પરિવારજનો ત્યાં આવી પહોંચતા અને બોરવેલ ટ્રક ને રોકાવી અને બોરવેલ ટ્રકમાં આગ ચાંપવાની કોશિશ કરાઈ તે પહેલાજ પોલીસ આવી જતા આ ઘટનાની જાણ દાહોદ પોલીસ અને જેસાવાડા પોલીસને તથા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રકમાં નીચેના ભાગમાં લાગેલી આગને બાજુના ખેતરમાંથી પાણી નાખી ઓલવી દેવામાં આવી હતી.અને તે બાદ જે મરણ જનારની ડેડબોડીને દાહોદના હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી.અને દાહોદ તાલુકા અને જેસાવાડા પોલીસના સંકલનના કારણે બન્ને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. અને આગળની વધુ તપાસ તાલુકા પોલીસ દ્રારા હાથ ધરવામાં આવી છે.

————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!