
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના મંડાવાવ ગામે જમીન સંબંધી બાબતે હથિયારો ઉછળ્યા: એક મહિલા સહિત બે ઈજાગ્રસ્ત
દાહોદ,તા. ૧૮
દાહોદ તાલુકાના મંડાવાવ ગામે દેવ ફળિયામાં થયેલા જમીન સંબંધી ઝઘડામાં કુહાડી અને લાકડીઓ ઉછળતાં એખ મહિલા સહિત બે જણાને ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર મંડવાવા ગામના દેવ ફળિયામાં રહેતા રમા ઉર્ફે રમેશભાઈ લાલાભાઈ ડામોર, કનુ ઉર્ફે કનાભાઈ લાલાભાઈ ડામોર વગેરે રાજુભાઈ બચુભાઈ ભુરીયા તથા મહેશભાઈ હડીયાભાઈ ડામારે વગેરે ગત રોજ મોડી સાંજના સાડા સાત વાગ્યાના સુમારે કીકીયારીઓ કરતાં અને હાથમાં કુહાડી, લાકડીઓ જેવા મારક હથિયારો લઇ તેમના ફળીયામાં રહેતા ધારુભાઈ નાથુભાઈ ભુરીયાભાઈના ઘરના આગળ આવી રેવન્યું સર્વે નંબર ૨૩૬૧૨ વાળી જમીન અમારી છે. તેમ કહી ઉશ્કેરાઈ જઇ બેફામ બિભત્સ ગાળો બોલી કુહાડી તથા લાકડીો જેવા મારક હથિયારો નો છુટથી ઉપયોગ કરતા ધારુભાઈ નાથુભાઈ ભુરીયાને માથામાં તથા હાથે પગે તથા શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી. તેમજ પાટીબેન નાથુભાઈ ભુરીયાને પણ શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી.
આ સંબંધે મંડાવાવ ગામે દેવ ફળિયામાં રહેતા ઇજાગ્રસ્ત ધારુભાઈ નાથુભાઈ ભુરીયાની પત્નિ સુનિતાબેન ભુરીયાએ નોંધાવેલી ફરીયાદને આધારે દાહોદ તાલુકા પોલિસે મંડાવાવ ગામના દેવ ફળિયામાં રહેતા રમા ઉર્ફે રમેશભાઈ લાલાભાઈ ડામોર કનુ ઉર્ફે કનાભાઈ લાલાભાઈ ડામોર રાજુભાઈ બચુભાઈ ભુરીયા તથા મહેશભાઈ હડીયાભાઈ ડામોર વિરુદ્ધ ઇપીકોક ૨૩,૩૨૪,૩૨૫,૩૩૭, ૫૦૪,૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગલની કાર્યવાહી હાથ ધરી છે.