
સુમિત વણઝારા, દાહોદ
ગેરકાયદેસર દબાણો પણ તવાઈ:દાહોદ નજીક સેવા સદન જવાના રસ્તા પર મામલતદારની ટીમે ગેરકાયદેસર દબાણ દૂર કર્યા..
દાહોદ તા.17
દાહોદ શહેરના સેવાસદન જતા રસ્તા પર દાહોદ મામલતદાર દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી વિસ્તારમાં આવેલ ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.
દાહોદ શહેરમાં આમ તો ઘણા બધા વિસ્તારોમાં ગેરકાયદે દબાણ કર્તાઓ જોવા મળી રહ્યા છે જેમાં મકાન હોય દુકાન હોય કે ગમે તેવા જાહેર સ્થળો પર દબાણ કરતાઓ પોતાની મનમાની પૂર્વક ગેરકાયદે દબાણ કરી લેતા હોય છે ત્યારે ભૂતકાળમાં દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદ નગરમાં આવા દબાણ કરતાં સામે લાલ આંખ કરી હતી અને ગેરકાયદે દબાણ પાડી નાખવામાં આવ્યા હતા ત્યારે આજરોજ ફરીવાર દાહોદ મામલતદાર દ્વારા બી ડિવિઝન પોલીસને સાથે રાખી દાહોદ શહેરમાંથી પસાર થતા સેવાસદન જતા રસ્તા પર કેટલાક ગેરકાયદે દબાણોનો સફાયો બોલાવ્યો હતો. ગેરકાયદે દબાણો ઉપર મામલતદાર અને પોલીસની કાર્યવાહીને પગલે ગેરકાયદે દબાણ કરતાઓમાં ફફડાટ પણ ફેલાઈ જવા પામ્યો હતો.