
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએથી યુવકોએ સગીરાઓના લગ્નની લાલચે કર્યું અપહરણ…
દાહોદ શહેર, ધાનપુર તાલુકાના લીંમડી મેદરી ગામે તેમજ દેવગઢ બારીયા તાલુકાના ભુત પગલા ગામેથી યુવકોએ સગીરાઓને લગ્નની લાલચે અપરણ કરી ભગાડી ગયા…
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએથી ત્રણ સગીરાઓને લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવાના ઈરાદે યુવકો દ્વારા અપહરણ કરી લઈ નાસી જતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાંવવા પામી છે.
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૨મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ શહેરના ગૌશાળા પાસે ભીલવાડા ખાતે રહેતો રોહિતભાઈ ગીરીશભાઈ મોહનીયાએ દાહોદ શહેરમાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા દાહોદ એ. ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો બીજાે બનાવ ધાનપુર તાલુકાના લીમડી મેંદરી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૩મી ઓક્ટોમ્બરના રોજ ધાનપુર તાલુકાના કંજેટા ગામે ધીરજપુરા ફળિયામાં રહેતો રાકેશભાઈ ભારતભાઈ બામણીયાએ ધાનપુર તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો ત્રીજાે બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ભુતપગલા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૧ સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના ડભવા ગામે રહેતો પ્રકાશભાઈ રયજીભાઈ બારીઆએ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
——————————-