
રાજેશ વસાવે :- દાહોદ/શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
દાહોદ:ફાફડા અને જલેબીની જીયાફત માણી દશેરાની કરી ઉજવણી કરતા જિલ્લાવાસીઓ
દાહોદના પરેલ વિસ્તારમાં આર્ય કલા મંડળ દ્વારા છેલ્લા 47 વર્ષથી સતત ચાલતી રામલીલા નાટક રાવણ દહન ની સાથે પૂર્ણાહુતી થશે.
રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે સામુહિક શાસ્ત્ર પૂજન કરવાનું ચલણ વધ્યું…
જિલ્લા પોલીસ હેડકટર ખાતે જિલ્લા પોલીસવડાના હસ્તે શસ્ત્ર પૂજન કરાયું..
દાહોદ/ફતેપુરા તા.05
દાહોદ જિલ્લામાં નવરાત્રીના નવ દિવસ ગરબાની રમઝટ પછી દસમા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ રીતે પૂજા અર્ચના કરવાનો પણ અનેરો મહત્વ ધરાવે છે. સાથે સાથે જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર રાવણ દહન નો પણ કાર્યક્રમ યોજવામાં આવે છે. દાહોદ શહેરના પરેલ ફ્રી લેન્ડગંજ વિસ્તારમાં નવરાત્રિના પહેલા દિવસથી કલા મંડળ દ્વારા દશેરા સુધી રામલીલાના નાટકો ભજવવામાં આવે છે અને છેલ્લે દશેરાના દિવસે રાવણ દહનની સાથે રામલીલા પૂર્ણ કરી લોકોને ભગવાન રામના ચરિત્ર અંગેની ના તે રૂપાંતર ના માધ્યમથી સંદેશ પહોંચાડે છે. સાથે સાથે રાજપૂત સમાજમાં પણ પરંપરાગત રીતે શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવે છે. દાહોદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પણ જિલ્લા પોલીસ વડાના હસ્તે પરંપરાગત રીતે વિધિવિધાન પૂર્વક શસ્ત્ર પૂજા કરવામાં આવે છે.તેમજ દશેરાના દિવસે લોકો ફાફડા અને જલેબીની જીયાફત માણતા હોય છે.દશેરાના દિવસે ફાફડા અને જલેબીની દુકાનો ઠેર-ઠેર દાહોદ શહેર સહીત જિલ્લામાં જોવા મળતી હતી.ગરમા ગરમ ફાફડા અને જલેબીની ખરીદી કરવા માટે નગરજનોની ભીડ સવારથી જ દુકાનો પર ભીડ જોવા મળતી હતી.