
પંચમહાલ જિલ્લાના ગોધરા મુકામે પરણાવેલી લઘુમતી અમને પરણીત મહિલાને સાસરિયાઓએ ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતા પરણીતાની પોલીસમાં રાવ…
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં પોતાના પિયરમાં રહેતી અને પંચમહાલના ગોધરા મુકામે લગ્ન કરાવેલ લઘુમતી કોમની પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં પરણિતા પોતાના પિયરમાં આવી પહોંચી હતી અને પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
હાલ પોતાના પિયર દેવગઢ બારીઆ નગરના વાકલેશ્વર રોડ, કાજીની વાડી ખાતે રહેતાં પરણિતા આશીયાબાનુ મોઈનખોન મહમદ સહીદખાન પઠાણના લગ્ન પંચમહાલ જિલ્લાના ગોધરામાં કડીયાવાડ ખાતે રહેતાં મોઈનખાન મહમદ સહીદખાન પઠાણ સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય સુધઝી આશીયાબાનુંને પતિ તથા સાસરીયાઓ દ્વારા સારૂ રાખ્યા બાદ પતિ તથા સાસરીયાઓનું પોત પ્રકાશ્યું હતું અને પતિ મોઈનખાન તેમજ સાસરીપક્ષના રૂકશાનાબાનુ મહમદ સહીદખાન પઠાણ અને તનજીમબાનુ મહમદ સહીદખાન પઠાણ દ્વારા પરણિતાને મેણા ટોળા મારી ઝઘડો તકરાર કરી ગાળો બોલી કહેતા હતાં કે, તું તારા બાપાના ઘરે જતી રે, અમારે તને રાખવી નથી અને જાે તું અમારા ઘરેથી નહીં નીકળે તો તને જાનથી મારી નાંખીશુ, તેવી ધમકીઓ આપી, શારિરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં પરણિતા પોતાના પિયર દેવગઢ બારીઆ મુકામે આવી પહોંચી હતી અને પોતાના પતિ તથા સાસરી પક્ષના લોકો વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથખે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————–