
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો અકબંધ… વીતેલા 24 કલાકમાં બે જુદા-જુદા માર્ગ અકસ્માતમાં બે લોકોએ જીવ ગુમાવ્યા, અન્ય બે ઈજાગ્રસ્ત….
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી વાહન ચાલકોની ગફલતના કારણે માર્ગ અકસ્માતના બનાવેમાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે ત્યારે વિતેલા ચોવીસ કલાકની અંદર દાહોદ જિલ્લામાં વધુ બે માર્ગ અકસ્માતના બનાવોમાં બનવતાં બે જણાના મોત નીપજ્યાનું જ્યારે બે થી વધુ ઈજાગ્રસ્ત થયાં હોવાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના કુણી ચોકડી ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૪ જુનના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામેથી આવતાં રમેશભાઈ હડીયાભાઈ ગરાસીયા (ઉ.વ.૪૫, રહે. સારમારીયા, કોટવાળ ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ) ની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં રમેશભાઈ અને પાછળ બેઠેલ રાકેશભાઈષ સવલીબેન ત્રણેય જણા મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાયાં હતાં જેને પગલે રમેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે રાકેશભાઈ તથા સવલીબેનને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે સારમારીયા ગામે કોટવાળ ફળિયામાં રહેતાં તાજુભાઈ કાળુભાઈ ગરાસીયા દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના મંગલમહુડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૩ જુનના રોજ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સરદારપુર તાલુકામાં નહાર કોદર ગામે રહેતાં કૈલાશભાઈ ભુલાભાઈ ડામોર (ઉ.વ.૩૦) પોતાના કબજાની મોટરસાઈકલ લઈ મંગલમહુડી ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન હાઈવ પર બળદ રસ્તામાં આવી જતાં કૈલાશભાઈએ પોતાના કબજાની મોટરસાઈકલ પરના સ્ટેરીગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને જેને પગલે કૈલાશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર દરમ્યાન નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન કૈલાશભાઈનું મોત નીપજતાં આ સંબંધે ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના નહારકોદર ગામે રહેતાં નરસીંગભાઈ થાવરસીંગભાઈ ભુરીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————