
સુમિત વણઝારા, દાહોદ
દાહોદ બી ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન અમદાવાદ થી ચોરાયેલા ડમ્પરને ચાલક સાથે ઝડપ્યો..
દાહોદ બી ડિવિઝન પોલીસે છાપરી ખાતે વાહન ચેકીંગ દરમિયાન અમદાવાદથી ચોરી થયેલા ડમ્પર ટ્રક સાથે ચાલકને ઝડપી પડાયો અમદાવાદના અંડીટેક્ટ ગુનાને ડિટેક્ટ કરાયો
દાહોદ બી ડિવિઝન પોલીસ છાપરી ખાતે કોલેજ રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહી હતી તે સમયે એક નંબર વગરનું ડમ્પર આવતા તેનો પોલીસે ઇસારો કરી રોકાવી તેના ચાલકનું નામ પૂછતાં તેને તેનું નામ પંકજકુમાર ગુલાબ ભાભોર જણાવ્યું હતું ઉંમર વર્ષ 27 રહેવાસી ઘાવડીયા સીમલીયા ફળિયું તાલુકા ઝાલોદ હોવાનું જણાવ્યું હતું તેની પાસેના ડમ્પર ટ્રકના આરટીઓ રજીસ્ટ્રેશનના કાગળો માંગતા તે ના હોવાનું જણાવ્યું હતું જોકે ડમ્પરમાં આગળ પાછળ નંબર પ્લેટ ના હોવાના કારણે પોલીસે પોકેટ કોપ ઈ ગુજકોપ એપ્લિકેશનના માધ્યમથી પોલીસે તે ડમ્પરનો ચેચિસ નંબર એન્જીન નંબર ને સર્ચ કરતા તે ડમ્પર અમદાવાદ શહેરના સરખેજ ચોરી થયાં હોવાનું જાણવા મળ્યું હતું અને આજ પકડાયેલા ઈસમ દ્રારા આ ડમ્પરની ચોરી અમદાવાદ ખાતેથી કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી ત્યારે દાહોદ બી ડિવિઝન પોલીસને અમદાવાદના ડમ્પર ચોરીના અંડીટેક્ટ ગુનાને ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી ત્યારે પોલીસે ડમ્પરનો કબ્જો મેળવી આરોપીની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે