
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ શહેરમાં ધમધમતા જુગાર ધામ પર પોલીસના દરોડા: ત્રણ જુગારીઓ ઝડપાયા
દાહોદ તા.૨૬
દાહોદ શહેરમાં જાહેરમાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમી રમાડતાં જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં પોલીસે ત્રણ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૧૦,૫૪૦ની રોકડ સાથે ઝડપી પાડી જુગારીઓને જેલ ભેગા કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૫મી સપ્ટેમ્બરના રોજ દાહોદ શહેરમાં આવેલ રમેશ ભગતની સામેની ગલીમાં જાહેરમાં પાના પત્તા વડે જુગાર રમતાં ઈકબાલ સત્તાર બજારીયા, હબીબભાઈ બશીરભાઈ પઠાણ અને મોહમદ ઈબરાહીમભાઈ પટેલનાઓ જુગાર રમી રમાડતાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે સ્થળ પર ઓચિંતો છાપો મારતાં ઉપરોક્ત જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ઉપરોક્ત જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી કુલ રોકડા રૂા. ૧૦,૫૪૦ની રોકડ રકમ કબજે કરી જુગારીઓ વિરૂધ્ધ દાહોદ એ ડીવીઝને જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.