Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદમાં માં આદ્યશક્તિ અંબેમાના નોરતાનો આવતીકાલથી પ્રારંભ: કોરોના કાળમાં ત્રીજા વર્ષે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે..

September 25, 2022
        755

સુમિત વણઝારા, દાહોદ

 

દાહોદમાં માં આદ્યશક્તિ અંબેમાના નોરતાનો આવતીકાલથી પ્રારંભ: કોરોના કાળમાં ત્રીજા વર્ષે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે..

દાહોદમાં માં આદ્યશક્તિ અંબેમાના નોરતાનો આવતીકાલથી પ્રારંભ: કોરોના કાળમાં ત્રીજા વર્ષે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે..

દાહોદ તા.૨૫

 

માં આદ્યશક્તિ અંબેમાંના નોરતાનો સોમવારથી એટલે કે આજથી તારીખ ૨૬મી સપ્ટેમ્બરના રોજથી પ્રારંભ થનાર છે. નવ દિવસ સુધી માંઈ ભક્તો માં અંબેની પુજા, અર્ચના સહિત નવ દિવસ સુધી ઉપવાસ કરી માંને રિઝવવાનો પ્રયાસ કરશે ત્યારે બીજી તરફ નવલા નોરતામાં ઘુમવા માટે ખૈલાયાઓમાં પણ અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે. કોરોના મહામારીના બે વર્ષના લાંબા સમયગાળા બાદ નવરાત્રી પર્વની ધામધુમ ઉજવણી કરવા દાહોદ જિલ્લાના ગરબા મંડળો પણ સુસજ્જ બન્યાં છે.

 

આજથી નવરાત્રીનો પ્રારંભ થનાર છે. માંઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ પણ જાેવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષ દરમ્યાન કોરોના મહામારીને કારણે તમામ નાના મોટા તહેવારો પર પ્રતિબંધ લાગ્યો હતો ત્યારે આ વર્ષે તમામ પ્રતિબંધો ઉપરથી છુટછાટો મળતાં તમામ તહેવારો લોકોએ ધામધુમથી મનાવ્યો હતો ત્યારે હવે નવરાત્રીના પ્રારંભ સાથે પાવન પર્વ નવરાત્રીની ધામધુમ પુર્વક ઉજવણી કરવા દાહોદ શહેર સહિત જિલ્લાના લોકો સુસજ્જ બન્યાં છે. ગરબા મંડળોએ મેદાનો, ગલી, મહોલ્લામાં ગરબા યોજવાની તૈયારીઓને આખરી ઓપ પણ અપાઈ ચુક્યો છે. દાહોદ શહેરના ગોવિંદનગર, ગોદીરોડ, રેલ્વે સ્ટેશન રોડ, પરેલ, દેસાઈવાડા, બહારપુરા વિગેરે જેવા જાહેર સ્થળો તેમજ આ વર્ષે પાર્ટી પ્લોટોમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવેલ છે. દાહોદ જિલ્લામાં નવ દિવસ સુધી માંઈ ભક્તો દ્વારા પણ નવ દિવસ સુધી ઉપવાસ કરી માંને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવશે. નવ દિવસ સુધી મંદિરોમાં ભારે ભીડ પણ જાેવા મળશે. દાહોદ શહેર સહિત જિલ્લામાં નવરાત્રીના નવ દિવસ સુધી અને આગામી આવનાર તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ પોલીસ બંદોબસ્તની તૈયારીઓ કરી દીધી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!