
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ જિલ્લા ન્યાયાલય દ્રારા છ દિવસીય “આયુષ્યમાન ભારત કાર્ડ” કેમ્પ યોજાશે
દાહોદ, તા. ૨૧ :
દાહોદ જિલ્લા ન્યાયાલય ખાતે જીલ્લા કક્ષાએ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતી ખાતે “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન ભારત કાર્ડ” કાઢી આપવામાં આવશે.
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલાય, દાહોદ દ્રારા તા. ૨૬/૦૯/૨૦૨૨ થી ૧/૧૦/૨૦૨૨ દરમ્યાનના કેમ્પમાં જીલ્લા ન્યાયાલય, દાહોદના મીડીએશન સેન્ટર ખાતે ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવા માંગતા હોય તેવા લાભાર્થીઓએ જરૂરી દસ્તાવેજો જેવા કે, રેશન કાર્ડ, આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર (રૂા.૪ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા તેવા કુટુંબોએ કુટુંબના મુખ્ય વ્યકિતનો આવકનો દાખલો) તથા ૬૦ વર્ષના સીનીયર સીટીઝન માટે આવક મર્યાદા રૂા. ૬ લાખ રહેશે. જેમા આવકનો દાખલો તલાટી કમ મંત્રીશ્રી, તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદાશ્રીનો હોવો જોઈએ.
જરૂરી ડોકયુમેન્ટ સાથે મડીએશન સેન્ટર, જીલ્લા અદાલત, છાપરી, દાહોદ ખાતે રૂબરૂમાં ફોર્મ ભરી તા.૨૬/૦૯/૨૦૨૨ થી ૦૧/૧૦/૨૦૨૨ સુધી ઓફિસ સમય દરમ્યાન ’પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન ભારત કાર્ડ નોંધણીની કામગીરી હાથ ધરવામા આવશે. વધુમા વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે હેતુથી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છાપરી, દાહોદ દ્રારા જણાવવામાં આવે છે.