Friday, 09/05/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં લમ્પી વાયરસનો પગ પેસારો થતા પશુપાલન વિભાગ એલર્ટ: દાહોદના ખરોદામાં 300 જેટલા પશુઓનો રસીકરણ કરાયું

September 20, 2022
        1052
દાહોદ જિલ્લામાં લમ્પી વાયરસનો પગ પેસારો થતા પશુપાલન વિભાગ એલર્ટ: દાહોદના ખરોદામાં 300 જેટલા પશુઓનો રસીકરણ કરાયું

સુમિત વણઝારા, દાહોદ

દાહોદ જિલ્લામાં લમ્પી વાયરસનો પગ પેસારો થતા પશુપાલન વિભાગ એલર્ટ: દાહોદના ખરોદામાં 300 જેટલા પશુઓનો રસીકરણ કરાયું

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લામાં લમ્પી વાઈરસના પગપેસારાના પગલે પશુ પાલન વિભાગ પણ એલર્ટ બન્યું છે. આજરોજ દાહોદ તાલુકાના ખરોદા ગામે ૩૦૦ જેટલા પશુઓને લમ્પી વાઈરલની સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં હાલ લમ્પી વાઈરસે મુંગા પશુઓને પોતાના રાક્ષસી ભરડામાં લીધો છે. ઘણા પશુઓના મોત પણ નીપજ્યાં છે. પરિસ્થિતીને પહોંચી વળવા સરકાર દ્વારા તમામ પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાં છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ છેલ્લા એક મહિનાના સમયગાળા દરમ્યાન ઘણા પશુઓમાં લમ્પી વાઈરલના લક્ષણો જણાતાં પશુ પાલન વિભાગ એલર્ટ બન્યું છે અને અલગ અલગ ટીમો બનાવી પશુઓને લમ્પી લાઈરસની સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણનો આરંભ કરી દેવામાં આવ્યો છે. દાહોદ તાલુકાના ખરોદા ગામે લમ્પી વાઈરસથી પશુઓને રક્ષણ મળી રહે તે માટે ૩૦૦ જેટલા પશુઓને રસીકરણ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના અલગ તાલુકાના ગામોમાં પણ પશુઓમાં લંપી વાયરસના કેસોને લઈને ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!