Friday, 29/03/2024
Dark Mode

મધ્ય ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી:દાહોદમાં ઝરમરિયા વરસાદ થી ડેમોમાં નવા નીર આવ્યા..

August 23, 2022
        1301
મધ્ય ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી:દાહોદમાં ઝરમરિયા વરસાદ થી ડેમોમાં નવા નીર આવ્યા..

રાજેન્દ્ર શર્મા,દાહોદ લાઇવ ડેસ્ક

 

મધ્ય ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી:દાહોદમાં ઝરમરિયા વરસાદ થી ડેમોમાં નવા નીર આવ્યા..

દાહોદ જિલ્લામાં સીઝનનો 54.80 ટકા વરસાદ નોંધાયો..

 

દાહોદ જિલ્લામાં માછળનામાં તેમજ કાળી ટુ ડેમો મહત્તમ સપાટી પર

 

દાહોદ તા.૨૩

 

મધ્ય ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા ભારે તેમજ અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ બન્યું છે. છેલ્લા ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે તેવા સમયે દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી ઝરમર ઝરમર વરસાદને પગલે તળાવો, જળાશયો સહિત ડેમમાં પણ પાણીની આવક જાેવા મળી રહી છે. હાલ સુધી કોઈ ડેમ ઓવર ફ્લો જાેવા મળ્યો નથી પરંતુ દાહોદ જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો કુલ વરસાદ ૫૪.૮૦ ટકા વરસાદ પડી ચુક્યો છે.

 

દાહોદ શહેર સહિત જિલ્લામાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે તેમાંય ખાસ કરીને હાલ છેલ્લા ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત વિસ્તારમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ બન્યુ છે. દાહોદ જિલ્લામાં આ વર્ષે અત્યાર સુધી સિઝનનો કુલ ૫૪.૮૦ ટકા વરસાદ પડ્યો છે જેમાં દાહોદ તાલુકા પ્રમાણે વાત કરીએ તો, ગરબાડા તાલુકામાં ૫૧.૪૭ ટકા, ઝાલોદ તાલુકામાં ૬૩.૬૯ ટકા, દેવગઢ બારીઆ તાલુકામાં ૫૨.૬૯ ટકા, દાહોદ તાલુકામાં ૭૧.૭૭ ટકા, ધાનપુર તાલુકામાં ૪૫.૬૩ ટકા, ફતેપુરા તાલુકામાં ૬૪.૩૪ ટકા, લીમખેડા તાલુકામાં ૩૮.૪૫ ટકા, સંજેલી તાલુકામાં ૬૨.૪૭ ટકા અને સીંગવડ તાલુકામાં ૪૨.૭૮ ટકા વરસાદ પડી ચુક્યો છે.

 

ડેમોની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં કુલ ૮ ડેમો આવેલ છે. આ ડેમોમાં હાલની પાણીની સપાટીની વાત કરીએ તો, પાટાડુંગરી ડેમની હાલની પાણીની સપાટી ૧૬૭.૦૩, માછણનાળા ડેમની ૨૭૭.૫૦, કાળી – ૨ ડેમની ૨૫૭.૨૦, ઉમરીયા ડેમની ૨૭૬.૨૦, અદલવાડા ડેમની ૨૩૨.૦૦, વાકલેશ્વર ડેમની ૨૧૭.૮૫, કબુતરી ડેમની ૧૮૫.૯૦ અને હડફ ડેમની ૧૬૮.૩૨ પાણીની સપાટી જાેવા મળી રહી છે. દાહોદ જિલ્લામાં વરસાદના આગમની સાથે ખેડુત મિત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને ખેડુત મિત્રો ખેતીકામમાં જાેતરાઈ ગયાં હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!