
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ જિલ્લામાં કોરોનાની દસ્તક: એક જ દિવસમાં ચાર કોરોના સંક્રમિત દર્દીઓના ઉમેરા સાથે એક્ટિવ કેસોનો આંક 13 પર પહોંચ્યો
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લામાં કોરોનાએ ફરી દસ્તક દીધી હોય તેમ લાગી રહ્યું છે. આજે એકજ દિવસમાં ૦૪ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યાં છે. જિલ્લામાં કુલ એક્ટીવ કેસની સંખ્યા ૧૩ને પાર થઈ ગઈ છે.
આજે દાહોદ જિલ્લામાંથી આવેલ કોરોનાના પોઝીટીવ કેસમાં આર.ટી.પી.સી.આર.ના ૧૪૪૯ પૈકી ૦૧ અને રેપીટ ટેસ્ટના ૨૦૯ પૈકી ૦૩ કેસો પોઝીટીવ આવ્યાં છે આ પૈકી ૦૧ દાહોદ અર્બનમાંથી, ૦૧ ઝાલોદ ગ્રામ્યમાંથી, ૦૧ લીમખેડામાંથી અને ૦૧ ગરબાડામાંથી સામે આવ્યો છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૩ એક્ટીવ કેસની સંખ્યા રહેવા પામી છે. આજે ૦૨ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાનો અત્યાર સુધીનો કુલ આંકડો ૮૫૭૩ને પાર થઈ જવા પામ્યો છે.