
-દાહોદની ઉત્તમ અને ઉજ્જવલ ટ્રેડિંગ કંપનીનું ભોપાળુ
-કરોડોની લોન લીધા બાદ ભરપાઈ ન કરતાં બેન્ક ઓફ બરોડાએ કંપનીની મિલકતો કરી સીલ
– લોન ધારકોના જામીનદારોની મિલકતો પણ સીલ
– જામીનદારો અને અધિકારીઓના આક્ષેપ પ્રતિ આક્ષેપો
– જામીનદારોના નામે લોન લઈને કરોડોના કૌભાંડના આક્ષેપ
દાહોદ તા.૦૪
બાઈટ :- મનોજ મિશ્રા મામલતદાર :- દાહોદ
દાહોદ શહેરમાં બેન્ક ઓફ બરોડાના માધ્યમથી દાહોદ શહેરમાં આવેલ બે ટ્રેડીંગ કંપનીઓએ કરોડોની લોન લીધાં બાદ આ લોનની રકમ સમયસર ભરપાઈ ન કરાતાં છેલ્લા બે – ત્રણ દિવસના સમયગાળા દરમ્યાન બેન્ક ઓફ બરોડા દ્વારા દાહોદ મામલતદારના નેતા હેઠળ અંદાજે ૮ જેટલી મિલક્તોની સીલ કરી દેવાતાં દાહોદ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે બીજી તરફ ઉપરોક્ત ટ્રેડીં કંપનીઓ દ્વારા કેટલાંક લોકોને જામીન રાખતાં આ જામીનદારોની મિલ્કતો પણ સીલ કરાતાં જામીનદારોમાં પણ ભારે આક્રોશ વ્યાપી જવા પામ્યો છે ત્યારે ટ્રેડીંગ કંપની, જામીનદારો અને બેન્ક વચ્ચે આ મામલાને લઈ આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ થઈ રહ્યાં છે અને ટ્રેડીંગ કંપની દ્વારા જામીનદારોના નામે લોન લઈ કરોડોનું કૌંભાંડ આચર્યું હોવાના આક્ષેપો પણ છડેચોક થઈ રહ્યાં છે.
દાહોદ શહેરમાં આવેલ ઉજ્જવલ ટ્રેડીંગ અને ઉત્તમ ટ્રેડીંગ નામક કંપનીઓ દ્વારા જેમાં ઉજ્જવલ કંપનીના રાજેશ શાહ, રમેશચંદ્ર ભટ્ટ (સાયકલવાલા), સુશીલાબેન મણીલાલ ગડરીયા, લક્ષ્મીનારાયણ રામાકેશન, રજનીકાંત સુંદરલાલ કડીયા અને કાંતાબેન જીતેન્દ્રકુમાર દિક્ષીત દ્વારા દાહોદ શહેરમાં આવેલ પુરબીયાવાડ ખાતે આવેલ મિલ્કતના માલિકોના નામે જામીન લઈ લોન લીધી હતી ત્યારે ઉત્તમ ટ્રેડીંગ કંપનીના રીધમ રાજેશ શાહ, કિશોર સોમેશ્વર ભાટીયા, સુરેશચંદ્ર ભાટીયા, પરેશ કનુભાઈ માવી, લવીન્દ્ર પ્રસાદ કનુભાઈ ઠક્કર, મનોજકુમાર ચુનીલાલ ગેહલોત, યોગેશભાઈ ગોવર્ધન પ્રસાદ, સરોજબેન રતીલાલ સીમ્પી, પ્રતિભાબેન ભુપેન્દ્રકુમાર ચૌહાણ અને રમેશચંદ્ર નાનાલાલ ભટ્ટ દ્વારા દાહોદ શહેરમાં આવેલ સહકાર નગર રોડ, સુર્યા એપાર્ટમેન્ટ ગોવિંદનગર, રામેશ્વર મહાદેવ ફળિયા સહકાર નગર પાસે ગરબાડા ચોકડી વિગેરે વિસ્તાર ખાતે રહેતાં કેટલાંક મિલ્કતદારોના નામે દસ્તાવેજાે ઉપર લોન લીધી હતી. આ ટ્રેડીંગ કંપનીઓ દ્વારા બેન્ક ઓફ બરોડામાંથી લોન લીધાં બાદ સમયસર લોનની રકમ ભરપાઈ કરવામાં આવી ન હતી જેથી આ મામલો પ્રથમ બેન્ક ખાતે અને બાદમાં કલેક્ટરની કોર્ટમાં ચાલી જતાં જે તે સમયે તમામને કોર્ટમાં હાજર પણ કરવામાં આવ્યાં હતાં પરંતુ ત્યાર બાદ પણ લોનની રકમ ભરપાઈ ન થતાં બેન્ક ઓફ બરોડાના સત્તાધિશો દ્વારા દાહોદ મામલતદારને સાથે રાખી ગતરોજ ૬ જેટલી મિલક્તો અને આજરોજ ૨ મળી જેમાં એક દુકાન મળી કુલ ૮ મિલ્કતોની સીલ કરવામાં આવી હતી. સમગ્ર મામલે જામીનદારોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો અને તેઓના જણાવ્યાં અનુસાર, પોતે આ લોન લીધી ન હતી અને લોનના નાણાં પોતાના બેન્ક ખાતામાં જમા પણ નથી થયાં તો કેટલાંક જામીનદારો દ્વારા તે પણ આક્ષેપ કરવામાં આવ્યાં હતાં કે, અમારે માત્ર આઠ લાખ જેટલી લોનની જરૂર હોઈ અને ટ્રેડીંગ કંપનીઓ દ્વારા વધુ લોનની રકમ બેન્કમાંથી પોતાના નામે ઉપાડી કૌંભાંડ કરવામાં આવ્યું હોવાનું જણાવી રહ્યાં હતાં ત્યારે આ સમગ્ર મામલે દાહોદ મામલતદાર દ્વારા પણ એક્શન મોડમાં આવ્યાં છે અને આ મામલે તેઓ પણ ગંભીરતા દાખલી તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં છે.
બે જુદી જુદી ટ્રેડિગ કંપનીઓ દ્વારા લોન લેવાઈ: લોનની ભરપાઈ ન થતાં મામલતદાર દ્વારા સીલ કરાઈ
ઉત્તમ અને ઉજ્જવ ટ્રેડીંગ કંપનીઓ દ્વારા પાંચ કરોડ જેટલી માતબર રકમ જેટલી બેન્કો મારફતે લોન લીધી હતી. બેન્કો દ્વારા અવાર નવાર ટ્રેડીંગ કંપનીઓ અને તેઓના જામીનદારોને અવાર નવાર નોટીસો આપ્યાં બાદ પણ કોઈએ તેની નોંધ ન લીધી અને આ કેસ કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો અને કોર્ટમાં ગયાં હતાં અને પોતાની તરફથી પણ આ મામલે જાણકારી આપવામાં આવી હતી ત્યારે કોર્ટમાં કેસ ચાલતાં કેસ દરમ્યાન મુદત પણ મળી હતી ત્યારે આખરે મુદતો બાદ પણ નાણાંની ભરપાઈ ન થતાં આખરે મિલક્તો સીલ કરવામાં આવી છે. કલેક્ટરની કોર્ટમાં જામીનદારો પણ હાજર હતાં ત્યાં જામીનદારોએ કલેક્ટર સમક્ષ પોતાની રજુઆતો કરવી જાેઈતી હતી અને પોતાની કોર્ટની અંદર પણ કોપણ પ્રકારની રજુઆત કરી નથી સાથે સાથે જે કંઈપણ રકમ લીધી છે લોન પેટે જેના કારણે સરકારને આર્થિક નુકસાન પહોંચતું હોય અને સાથે સાથે સમયસર લોન ન ભરાતાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ બે – ત્રણ કેસ છે અને નોટીસો કાઢવામાં આવી છે જેમાં કેટલાંક લોકોએ લોનની રકમ ભરપાઈ કરવી દેવાનું મૌખિત જણાવ્યું છે અત્યાર સુધી પાંચ થી છ મિલ્કતો સીલ કરવામાં આવી છે.
—————————