
રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
દાહોદ શહેરમાં રહેણાંક વિસ્તારમાં રમતા શ્રાવણિયા જુગારધામ પર પોલીસના દરોડાથી નાસભાગ:42 હજાર ઉપરાંતની માલમતા સાથે 7 જુગારિયા ઝડપાયા.
પોલીસના દરોડામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, વેપારી, તેમજ ફાઈનાન્સ કંપનીનો કર્મચારી ઝડપાયો..
દાહોદ શહેરમાં બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડયા હતા. જેમાં સાત જેટલા જુગારીયાઓને ઝડપાયા હતા. આ જુગારીઓમાં આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર્તા, વાસણના વેપારીનો પુત્ર, કન્ટ્રક્શન કામ કરતા બિલ્ડર, ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરતાં રિકવરી એજેન્ટ સહીત સાત જણા ઝડપાયા હતા.
દાહોદ તા.૦૧
દાહોદ શહેરમાં આવેલ રંગોલી પાર્ક ખાતે એક રહેણાંક મકાનમાં રમાતા શ્રાવણીયા જુગાર ધામ પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે દાવ પરથી અને અંગ ઝડતીમાંથી કુલ રૂા. ૪૨,૯૮૦ની રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન તેમજ ટું વ્હીલર વાહન વિગેરે મળી કુલ રૂા. ૧,૧૧,૯૬૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી જુગાર રમી રહેલ ૭ જુગારીઓને જેલ ભેગા કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૩૧મી જુલાઈના રોજ દાહોદ પોલીસને મળેલ બાતમીના આધારે રાત્રીના સાડા નવેક વાગ્યાના આસપાસ દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં રહેતાં કમલેશ ઉર્ફે કમીયો રામવિલાસ માહેશ્વરી પોતાના મકાનમાં જુગાર રમી અને રમાડતો હતો. આ જુગારમાં પ્રકાશ રામસ્વરૂપ જાટ (રહે. ગોદીરોડ, દાહોદ), આશીષ હિમ્મતલાલ ડાભી (રહે. ગોદીરોડ, દાહોદ), લલીતભાઈ દુલીચંદ ભાટીયા (રહે. ઉકરડી રોડ, દાહોદ), સુરેશભાઈ રાધેશ્યામભાઈ યાદવ (રહે. ગોદીરોડ, દાહોદ), કુંદન ઉર્ફે કુનાલ નારાયણસિંહ યાદવ (રહે. ગોદીરોડ, દાહોદ) અને ઈદરીશ ઈશાકભાઈ ઘાંચી (રહે. ગોદીરોડ, દાહોદ) નાઆઓ જુગાર રમતાં હતાં. પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં પરંતુ પોલીસે જુગારીઓને ઘેરી લેતાં તમામ જુગારીઓને પોલીસ ઝડપી પાડી દાવ પરથી અને અંગઝડતીમાંથી પોલીસે કુલ રોકડા રૂપીયા ૪૩,૨૩૦ની રોકડ રકમ સાથે બે ટુ વ્હીલર ગાડી તેમજ ૫ નંગ. મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા. ૧,૧૧,૯૬૦નો મુદ્દામાલ પોલીસે કબજે કરી જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.