Thursday, 28/03/2024
Dark Mode

હવામાન ખાતાની આગાહી પ્રમાણે દાહોદ શહેર સહિત જિલ્લામાં આવ્યો વાતાવરણમાં પલટો, સુસવાટા ભર્યા પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર કમોસમી માવઠાને પગલે ખેતીને વ્યાપક નુકસાન પહોંચવાની ભીતિ,

November 18, 2021
        1145
હવામાન ખાતાની આગાહી પ્રમાણે  દાહોદ શહેર સહિત જિલ્લામાં આવ્યો વાતાવરણમાં પલટો, સુસવાટા ભર્યા પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર    કમોસમી માવઠાને પગલે ખેતીને વ્યાપક નુકસાન પહોંચવાની ભીતિ,

હવામાન ખાતાની આગાહી પ્રમાણે દાહોદ શહેર સહિત જિલ્લામાં આવ્યો વાતાવરણમાં પલટો, સુસવાટા ભર્યા પવન સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર

કમોસમી માવઠાને પગલે ખેતીને વ્યાપક નુકસાન પહોંચવાની ભીતિ,

દાહોદ તા.18

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આજરોજ સમી સાંજના સમયે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી માવઠું પડતાં ભર શિયાળે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો આ સાથે જ દાહોદ apmc તેમજ સરકારી અનાજના ગોડાઉન ખાતે પણ અનાજનો જથ્થો પલળી જતા વેપારીઓમાં દોડધામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને જેને સંદર્ભે આજરોજ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાહોદ એપીએમસી સહિત સરકારી અનાજના ગોડાઉનઓને આગોતરી તૈયારી સંદર્ભે સૂચના પણ આપી દેવામાં આવી હતી ત્યારે છેલ્લા બે – ત્રણ દિવસથી દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું અને આજે અંદાજે સાત વાગ્યાના આસપાસ દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અને માવઠું પડયું હતું જેને પગલે વાતાવરણમાં અસહ્ય ઠંડક પ્રસરી હતી બીજી તરફ દાહોદ એપીએમસી સહિત સરકારી અનાજના ગોડાઉનનોમા પણ વેપારીઓ તેમજ કામદારોમાં દોડધામ મચી હતી. મહદંશે અનાજનો જથ્થો પણ પડી ગયો હતો બીજી તરફ કમોસમી વરસાદને પગલે જિલ્લાના ખેડૂત આલમમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. ભરશિયાળે માવઠું પડતા દાહોદ શહેર વાસીઓ મૂંઝવણમાં મુકાયા હતા શિયાળામાં ઠંડીથી બચવા સ્વેટર પહેરવું કે, રેઇનકોટ પહેરવો તેવા સંદેશાઓ સાથે સોશિયલ મીડિયામાં રમૂજો પણ નથી થવા પામી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!