ઈરફાન મકરાણી :-દેં. બારીયા
દે.બારીયા તાલુકાના બે શિક્ષકોને તાલુકા કક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક”પારિતોષિક 2022 એનાયત કરવામાં આવ્યો.
બારીયા તા.05
5 મી સપ્ટેમ્બર 2022 , ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના માનમાં યોજાતા શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લા કક્ષાએ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે 4 શિક્ષકશ્રી ઓ અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે 11 શિક્ષકશ્રીઓ નું બહુમાન કરવામાં આવ્યું શિક્ષક દિન નિમિત્તે જિલ્લા અને તાલુકા “શ્રેષ્ઠ શિક્ષક “પારિતોષિક એનાયત કાર્યક્રમ માનનીય દંડક શ્રી રમેશભાઈ કટારા સાહેબ ,સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબ, જિલ્લા પંચાયત દાહોદ પ્રમુખશ્રી સુશ્રી શીતલ કુમારી બી. વાઘેલા ,કલેકટર શ્રી હર્ષિત પી ગોસ્વામી સાહેબ ,જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી જી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ. એસ. પારેખ સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી કે.જી દવે મેડમ ની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે યોજાયો હતો. જેમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 15 જેટલા શિક્ષકોને શાલ, સ્મૃતિચિન્હ ,પ્રશસ્તિપત્ર અને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દેવગઢબારિયા તાલુકામાંથી બે શિક્ષકશ્રીઓ શ્રી સંજય કુમાર ગુલાબસિંહ ચૌહાણ , રૂવાબારી મુવાડા પ્રાથમિક શાળા અને શ્રીમતી રેણુકાબેન ભીખાભાઈ પટેલ મોટી ખજૂરી પ્રા. શાળા નું તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.