
સૌરભ ગેલોત :- લીમડી
દેવગઢબારીઆના કોયડા ગામે સગીર વય ની યુવતી ઉપર દુષ્કર્મનો મામલો:એક માસ થી વધુ સમય છતા પોલીસ આરોપીઓ પોલીસ પકડથી દૂર
આમ આદમી પાર્ટી દ્વારા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ:સગીરા પર દુષ્કર્મની ફરીયાદ બાદ પણ પોલીસ આરોપીને ન પકડતી હોવાના આક્ષેપ..
આમ આર્મી પાટીઁ ના મહીલા મોરચા દ્વારા કલેક્ટર ના આવેદનપત્ર આપ્યુ:રાજયમા મહીલા ઉપર થતા અત્યાચાર માટે સરકાર ગંભીર
છતાંય બનાવના દોઢ માસ બાદ બાદ પણ આરોપીઓ ફરાર:ફરીયાદી પરિવારને આરોપીઓ દ્વારા ધાકધમકીઓની રજુઆત સાથે આવેદનપત્ર
દુષ્કર્મ જેવા ગંભીર ગુન્હામાં દોઢ માસ બાદ આરોપી પોલીસની સામે ફરતા હોવા છતાંય ન પકડતા હોવાના પણ કરાયા પોલીસ સામે આક્ષેપ:સત્વરે આરોપી ઓ ને ઝડપી પાડી પીડીતા ને ન્યાયની મહીલા મોરચાએ કરી માંગ
લીમડી તા.08
દેવગઢ બારીયા તાલુકાના કોયડા ગામે 17 વયની સગીર વયની યુવતી પર બે જેટલા યુવકોએ યુવતી ની મરજી વિરુધ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું જેની ફરિયાદ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પોલિસ મથકે ફરિયાદ સગીર વયની યુવતી અને તેના શહ પરીવાર દ્વારા ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદ માત્ર કાગળિયાં પરજ નોંધી.દુષ્કર્મની ઘટના ને 1 મહિનાથી પણ વધુ સમય થઇ ગયો આરોપીયો બિન્દાસ્ત કોઈ ડર વગર ફરતા થયા દુસકર્મ ગુજારનાર યુવાનો પર કોઈ કાર્યવાહી ન થતા આજ રોજ દાહોદ આમ.આદમી પાર્ટી મહિલા સંગઠન મધ્ય ઉત્તર ઝોન દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવદેન પત્ર પાઠવવામાં આવ્યું છે અને જણાવ્યું કે સગીર વયની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર યુવાનો પર કાયદેસરની કાર્યવાહી થાય અને કડળ થી કડક સજા આપવામાં આવે એવી માંગ સાથે રજુઆત કરવામાં આવી.અને જલ્દી થી જલ્દી આ યુવાનો પર કાયદેસર ની કાર્યવાહી નહિ કરવામાં આવે તો આવનાર સમયમાં ઉપલા લેવલે જાણ આમ.આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે