Saturday, 04/02/2023
Dark Mode

દે.બારિયા તાલુકાના પંચેલામાં ભાજપના અગ્રણીના ત્યાં થોડા દિવસ અગાઉ બનેલી ઘટનાનો ભેદ ઉકેલાયો, દાહોદ એલસીબી પોલીસે કુખ્યાત ખજુરીયા ગેંગના મુખ્ય સુત્રધાર સહિત બે ને દબોચી લીધા, બંને આરોપી પાસેથી 4.લાખ ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરી

October 14, 2021
        703
દે.બારિયા તાલુકાના પંચેલામાં ભાજપના અગ્રણીના ત્યાં થોડા દિવસ અગાઉ બનેલી ઘટનાનો ભેદ ઉકેલાયો, દાહોદ એલસીબી પોલીસે કુખ્યાત ખજુરીયા ગેંગના મુખ્ય સુત્રધાર સહિત બે ને દબોચી લીધા, બંને આરોપી પાસેથી 4.લાખ ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરી

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ 

દેવગઢ બારિયા તાલુકાના પંચેલામાં ભાજપના અગ્રણીના ત્યાં થોડા દિવસ અગાઉ બનેલી ઘટનાનો ભેદ ઉકેલાયો,

દાહોદ એલસીબી પોલીસે કુખ્યાત ખજુરીયા ગેંગના મુખ્ય સુત્રધાર સહિત બે ને દબોચી લીધા

એલસીબી પોલીસે પકડેલ બંને આરોપી પાસેથી 4.લાખ ઉપરાંતની રોકડ રકમ જપ્ત કરી

પકડાયેલ ખજુરીયા ગામના સગીરાતોએ ગત માસમાં રેકી કરી ભાજપના અગ્રણી અને ત્યાં લોક ને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ

ભાજપના અગ્રણીને ત્યાં લૂંટને અંજામ આપનાર કુખ્યાત ખજુરીયા ગેંગના નવ પૈકી 2 ઝડપાયા અન્ય 7.. પોલીસની રડારમાં

કુખ્યાત ખજુરિયા ગેંગના સગીરતોએ પૂર્વ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે લૂંટની બનાવને અંજામ આપ્યો

લૂંટને અંજામ આપનાર કુખ્યાત ખજુરીયા ગેંગને પકડવા માટે LCB પોલીસે વ્યૂહાત્મક રીતે યોજના બનાવી આંધળી લૂંટના ગુનાને ડિટેક્ટ કર્યો

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ નગરમાં થોડા દિવસો અગાઉ ભાજપના અગ્રણી અને એક પ્રખ્યાત હોટલના માલિકને ત્યાં લુંટારૂંઓએ રાત્રીના સમયે લુંટ ચલાવી રોકડા રૂપીયા, સોના – ચાંદીના દાગીના વિગેરે મળી કુલ રૂા.૩૧,૬૨,૦૦૦ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી લુંટારૂંઓ નાસી જતાં પંથકમાં સહિત દાહોદ જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમાં તપાસમાં ધમધમાટ આરંભ કરતાં દાહોદ એલ.સી.બી. પોલીસે લુંટમાં સામેલ ગેંગના ૦૨ સાગરીતો (લુંટારૂં) ઓને રૂા. ૪,૦૪,૨૫૨ની રોકડ રકમ સાથે ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત કરેલ છે. આ ગુન્હામાં સંડોવાયેલ અન્ય લુંટારૂંઓને પણ ઝડપી પાડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યાં છે.

 

ગત તા.૨૯.૦૯.૨૦૨૧ના રોજ પીપલોદ પંચેલા ગામે પીઠા વિસ્તારમાં રહેતાં અને ઘનશ્યામ હોટલના માલિક અને ભાજપા પાર્ટીના અગ્રણી એવા ભરતભાઈ રણછોડભાઈ ભરવાડના રહેણાંક મકાનમાં સાત જેટલા અજાણ્યા ચોર ઈસમોએ મારક હથિયારો જેવા કે, લોખંડની કોશ, લાકડીઓ વિગેરે જેવા મારક હથિયારો સાથે ધાડ લુંટ કરી હતી અને ભરતભાઈ સહિત તેમના પરિવારજનોને બાનમાં લઈ ઘરમાંથી રોકડા રૂપીયા, સોના – ચાંદીના દાગીના મળી કુલ રૂા.૩૧,૬૨,૦૦૦ નો મુદ્દામાલની લુંટ કરી લુંટારૂંઓ ફરાર થઈ ગયાં હતાં. ઘટનાને પગલે ભારતીય જનતા પાર્ટી સહિત દાહોદ જિલ્લાવાસીઓમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી હતી અને ઘટનાને પગલે સ્થાનીક પોલીસ સહિત એલ.સી.બી. પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલવા ધમપછાડાઓ આરંભ કર્યાં હતાં. કેમેરાના સીસીટીવી ફુટેજ સહિતની સામગ્રી એકઠી કરી પોલીસે લુંટારૂંઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં હતાં અને ટેકનીકલ સોર્સના માધ્યમોથી જાણવા મળ્યાં અનુસાર, આ લુંટમાં ખજુરીયા ગેંગના સાગરીતો દ્વારા આ લુંટને અંજામ આપ્યો હોવાનું પોલીસને જાણવા મળતાં આજરોજ મળેલ બાતમીના આધારે દાહોદ એલ.સી.બી. પોલીસે જુદી જુદી ટીમો બનાવી દાહોદ જિલ્લામાં આ ગેંગના ગુન્હેગારોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરતાં આ લુંટમાં સામેલ લુંટારૂં પૈકી જવસીંગભાઈ ઉર્ફે જવો ધારકભાઈ પલાસ (રહે. આમલી ખજુરીયા, નિનામા ફળિયું, ગરબાડા, જિ.દાહોદ અને દિલીપભાઈ રૂપલાબાઈ બારીયા (રહે. ઝાબુ, પટેલીયા ફળિયું, તા. ધાનપુર, જિ.દાહોદ) આ બંન્ને જણાને પોલીસે ઝડપી પાડી સઘન પુછપરછ કરતાં આ લુંટને પોતાની ગેંગના સાગરીતો સાથે મળી અંજામ આપ્યો હોવાનું ઝડપાયેલ લુંટારૂંએ કબુલાત કરી હતી.

 

પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ બે લુંટારૂં પાસેથી રોકડા રૂપીયા ૪,૦૪,૨૮૨ની રોકડ રકમ કબજે કરી હતી. ઝડપાયેલ લુંટારૂંઓના જણાવ્યાં અનુસાર, ભરતભાઈના ઘરની રેકી કરી માહિતી એકઠી કરી હતી અને ખજુરીયા, કાટું, ઝાબુ ગામના ગેંગના સાગરીતો સાથે પીપેરો ગામે ભેગા થયાં હતાં અને કાવતરૂં રચી જેમાંથી બે લુંટારૂં મોરબી ખાતેથી ધાડના ગુનાને અંજામ આપવા માટે બોલાવ્યાં હતાં અને બે આરોપીઓ ક્રુઝર ગાડી લઈ આવ્યાં હતાં અને લુંટને અંજામ આપી ક્રુઝર ગાડીમાં તમામ લુંટારૂંઓ બેસી ફરાર થઈ ગયાં હતાં.

આ ગુન્હાને અંજામ આપનાર ૦૯ સાગરીતો અગાઉ ઘરફોડ ચોકી, લુંટ ધાડના ગુન્હાઓમાં પકડાય ચુક્યાં હતાં અને જેઓ જામીન પર મુક્ત થયાં બાદ ફરી ધાડ લુંટની પ્રવૃતિઓમાં સક્રિય થયાં હતાં. આ લુંટારૂંઓ લુંટ દરમ્યાન જીવલેણ હુમલો કરવાની પણ આદત ધરાવે છે.

ઝડપાયેલ આરોપી પૈકી જવસીંગભાઈ અગાઉ જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તેમજ માણાવદર, રાજકોટ ગ્રામ્ય, ઉપલેટા, દેવભુમી દ્વારકા, ભાણવટ, મોરબી જિલ્લાના વાંકાનેર, રાજકોટ શહેર, જામનગર જિલ્લાના કાલાવડના ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ ચુકેલ છે. આરોપી દિલીપભાઈ અગાઉ ભરૂચ જિલ્લાના નબીપુર, વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં તેમજ દાહોદ જિલ્લાના જેસાવાડા વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં પકડાયેલ છે.

 

————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!